જી-20 નેતાઓની એતિહાસિક સમજૂતિ

ભાષા

શુક્રવાર, 25 સપ્ટેમ્બર 2009 (16:03 IST)
ભારત અને અન્ય દેશોની ચિંતાઓને પ્રાધાન્ય આપતા જી-20 દેશોના નેતાઓએ વિશ્વની પ્રમુખ અર્થવ્યવસ્થાઓને પ્રોત્સાહન પેકેજને જારી રાખવાનો નિર્ણય કર્યો છે જેથી વૈશ્વિક આર્થિક સુધારમાં તેજી લાવી શકાય.

અમેરિકા, બ્રિટેન, ફ્રાંસ, ચીન અને અન્ય દેશોએ સતત સુધારનું માળખું તૈયાર કરવાના સંબંધમાં એતિહાસિક સમજૂતિ કરી છે.

આ દેશોએ કહ્યું છે કે, આ દેશ મોજૂદા સંકટને જન્મ આપનારી નાણાકિય પ્રણાલીની દુર્બળતાઓને વેચવા માટે આર્થિક સંકટથી બહાર નિકળવાનું માળખુ બનાવાનો પ્રયત્ન કરશે તેમાં જી 20 સમૂહને કેન્દ્રમાં રાખવામાં આવશે.

અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા રાષ્ટ્રાધ્યક્ષો માટે આપવામાં આવેલા રાત્રિભોજન બાદ વ્હાટ હાઉસમાં જણાવ્યું કે, આજે નેતાઓએ પોતાના આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ માટે જી.20 ને પ્રમુખ મંચની જેમ સ્વીકાર કર્યો છે.

આ નિર્ણયથી એ દેશોને એકત્ર કરવામાં આવ્યાં છે જેમની અપેક્ષાકૃત વધારે મજબૂત, વધુ સંતુલિત, વૈશ્વિક અર્થવ્યવસ્થાના બનાવવા, નાણાકિય પ્રણાલીમાં સુધાર અને સૌથી ગરીબ લોકોના જીવન સ્તરમાં સુધાર લાવવા માટે જરૂરિયાત છે.

વેબદુનિયા પર વાંચો