ગાયબ થયેલા અફઘાન નેતા કુવામાંથી મળ્યાં

ભાષા

સોમવાર, 27 ઑક્ટોબર 2008 (15:42 IST)
એક સમયે અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિ પદનાં દાવેદાર રહેલાં અને રાજાનાં સંબંધી બેન્ક મેનેજરનાં પુત્ર સાથે એક કુવામાંથી છોડાવી લેવામાં આવ્યા છે. તેમને કેટલાંક અપહરણકર્તાઓએ છુપાવી રાખ્યાં હતાં.

રાજધાનીમાં હાલમાં ગુનાઓ ખુબ વધી રહ્યાં છે. જે અંતર્ગત શાહી પરિવારનાં નેતા હુમાયુ શાહ આસિફનું પણ અપહરણ કરવામાં આવ્યું હતું. તો બેન્ક મેનેજરનાં પુત્રનું પણ કેટલાંક દિવસ પહેલાં અપહરણ કરવામાં આવ્યું હતું.

જાસુસી સંસ્થાઓનાં પ્રમુખ અમરૂલ્લાહ સાલેહનાં જણાવ્યામુજબ શહેરનાં એક તળાવ કિનારે આવેલા કુવામાંથી બંને મળી આવ્યા હતાં. આ કુવાને વજનદાર લાકડીઓથ ઢાંકવામાં આવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો