કલામને કિંગ ચાર્લ્સ મેડલનું સન્માન

ભાષા

મંગળવાર, 23 ઑક્ટોબર 2007 (10:02 IST)
લંડન (ભાષા) ભારતમાં વિજ્ઞાન ક્ષેત્રે ઉલ્લેખનીય ભુમિકા ભજવવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામને સોમવારે કિંગ ચાર્લ્સ બીજા મેડલથી સન્માનીત કરવામાં આવ્યાં હતાં.

અનિવાસી ભારતીય ઉધ્યોગપતિ લોર્ડ સ્વરાજ પાલ, કોબરા બીયરના પ્રમુખ લાર્ડ કરન બિલીમોરીયા, બ્રિટનમાં ભારતના કાર્યવાહક રાજદૂત મુખર્જી, વિખ્યાત અર્થશાસ્ત્રી લોર્ડ મેઘનાદ દેસાઈ સહિત ગણમાન્ય લોકોની હાજરીમાં ધ રોયલ સોસાયટીના અધ્યક્ષ લોર્ડ માર્ટિન રીસે કલામને મેડલ અને પ્રશસ્તિ-પત્ર અર્પણ કર્યું.

1997 માં આપવામાં આવેલ આ પ્રતિષ્ઠિત સન્માનને મેળવનાર કલામ ફક્ત બીજા નેતા છે. આ પહેલાં 1998 માં જાપાનના સમ્રાટ અકિહિતો આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

મેડલ માટે રોયલ સોસાયટીને ધન્યવાદ આપતાં કલામે જણાવ્યું હતું કે તેઓ તેને ભારત અને તેની વિશેષ જનતાનું સન્માન માને છે.

મેડલ અર્પણ કરતાં લોર્ડ રીસે વૈજ્ઞાનિક સલાહકારના રૂપમાં ભારતના રક્ષા કાર્યક્રમમાં ખાસ્સ ભુમિકા નિભાવવા માટે અને પોતાના ટેકનોલોજી વિઝન 2020 માટે કલામને આ પુરસ્કાર મેળવનાર આદર્શ વ્યક્તિ ગણાવ્યાં હતાં.

વેબદુનિયા પર વાંચો