બોલીવુડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને એશિયાઈ ફિલ્મ પુરસ્કારોમાં લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે. જો કે, આ વર્ષે આ પુરસ્કારોમાં ચીન અને દક્ષિણ કોરિયાનો દબદબો રહ્યો.
દક્ષિણ કોરિયાની ફિલ્મ 'મધર' ને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળ્યો અને જાપાનની માત્સૂ તાકાકોને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો.
ચીનના નિર્દેશક લો ચોનને ફિલ્મ 'સિટી ઓફ લાઈફ એન્ડ ડેથ' માટે સર્વશ્રેષ્ઠ નિર્દેશક પુરસ્કાર આપવામાં આવ્યો અને વાંગ જીકને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર આપવામાં આવ્યો.
વરિષ્ઠ ભારતીય ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચનને લાઈફટાઈમ એચિવમેન્ટ પુરસ્કાર પ્રાપ્ત કર્યા બાદ કહ્યું કે, દુનિયા તેજીથી વિભાજીત થઈ રહી છે. તેમનું માનવું છે કે, સિનેમા એક એવું માધ્યમ છે જ્યાં તમામને પ્રેમ, દોસ્તી અને સહયોગ મારફત નજીક લાવી શકાય છે.