જો તમે આરોગ્યપ્રદ રહેવા માંગો છો તો તમારે હેલ્દી અને બેલેસ્ડ ડાયેટ લેવુ જોઈએ. કોઈપણ વસ્તુ જરૂર કરતા વધુ ખાવાથી તે નુકશાન પહોંચાડે છે. જો કે ચોખાને તમે સહેલાઈથી પચાવી લો છો છતા પણ તમારે તેની માત્રા પર ધ્યાન આપવુ જોઈએ. જો તમે દિવસમાં બે વાર ભાત ખાવ છો તો તેનો મતલબ એ છે કે તમને બધા જરૂરી પોષક તત્વ નથી મળી શકતા. સાથે જ એ પણ ધ્યાન રાખવાની બાબત છે કે તમે કયા રાઈસ ખાઈ રહ્યા છો ? સાધારણ સફેદ ચોખા કે બ્રાઉન રાઈસ ?
બ્રાઉન રાઈસ આરોગ્ય માટે વધુ સારા હોય છે. આ પ્રકારના ચોખામાંથી ફક્ત ભુસુ અલગ કરવામાં આવે છે. ચોખાના છાલટા તેની સાથે રહે છે. બીજી બાજુ વ્હાઈટ રાઈસમાંથી છાલટા હટાવવામાં આવે છે. વ્હાઈટ રાઈસની તુલનામાં બ્રાઉન રાઈસમાં વધુ મેગ્નેશિયમ, સેલેનિયમ અને જરૂરી ફૈટી એસિડ હોય છે.