સ્વાઈન ફ્લુ - શુ થાય જો સમય પર ન મળી સારવાર ?

બુધવાર, 25 ફેબ્રુઆરી 2015 (12:49 IST)
દેશભરમાં સ્વાઈન ફ્લુનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. એચ1એન1 વાયરસ અત્યાર સુધી 833 લોકોના જીવ લઈ ચુક્યો છે. બીજી બાજુ 14 હજારથી વધુ લોકો સ્વાઈન ફ્લુથી ગ્રસ્ત છે. આવામાં આ જાણવુ જરૂરી છે કે જો કોઈ વ્યક્તિ આ વાયરસની ચપેટમાં આવી જાય છે અને યોગ્ય સારવાર નથી મળતી તો શુ થાય છે ? આપણે બધા જાણીએ છીએ કે સ્વાઈન ફ્લુની સારવાર શક્ય છે. પણ જો યોગ્ય સમય પર સારવાર ન કરી તો આ વાયરસ માણસનો જીવ પણ લઈ લે છે.  
આગળ જઈને તાવ વધી જાય છે, 
ખાંસી વધી જાય છે. શ્વાસમાં તકલીફ અનેક ગણી વધી જાય છે અને નિમોનિયા થઈ જાય છે.  થોડા જ દિવસમાં રેસ્પિરેટી ફેલ્યોર થઈ જાય છે. લંગ્સ મતલબ ફેફડામાં પર્યાપત ઓક્સીઝન નથી પહોંચતુ. ત્યારે તે કામ કરવા બંધ કરી દે છે. 
 
કેવી રીતે જાણશો કે તમને સ્વાઈન ફ્લુ છે કે સાધારણ ફ્લુ ? જો ફેફડા પર અટેક થાય તો અસ્થમા જેવી હાલત બની જાય છે. ઘણીવાર તેનાથી પણ ખરાબ હાલત. તેની અસર મગજ પર પણ પડે છે. 
 
સૌથી વધુ સંકટ કોણે ? પાંચ વર્ષથી નાના બાળકો. ગર્ભવતી મહિલાઓ. 65 વર્ષની આયુથી વધુ વૃદ્ધ, કેંસર, હ્રદય રોગ. ફેફડાનો રોગ. ડાયાબીટિસ વગેરેથી ગ્રસિત લોકો અને એ લોકો જેમનો ઈમ્યુન સિસ્ટમ કમજોર છે. 
 
કેવી રીતે ખબર પડશે કે આ સ્વાઈન ફ્લુ છે  ? આના બધા લક્ષણો સાધારણ ફ્લુ જેવા જ હોય છે. તેથી સારુ રહેશે કે તમે સમય રહેતા જ કોઈ લેબમાં ટેસ્ટ કરાવી લો.  સારવાર દરમિયાન શુ કરશો ? દર્દીએ ઘર બહાર ન નીકળવુ જોઈએ. સંપૂર્ણ આરામ કરવો જોઈએ. ખુદને ગરમ રાખવા જોઈએ અને વધુમાં વધુ પાણી પીવુ જોઈએ. જેથી તેને ડીહાઈડ્રેશન ન થાય.  
 
સ્વાઈન ફ્લુથી કેવી રીતે બચી શકાય છે ? આનાથી બચવા માટે સૌથી સારી રીત છે દર વર્ષે વેક્સીન લગાવી લો. જ્યારે પણ કોઈ બીમાર વ્યક્તિને મળો. તરત જ હાથ ધોઈ લો. સાફ સફાઈ રાખો. બાળકોના સાફ સફાઈનુ મહત્વ સમજાવો. 

વેબદુનિયા પર વાંચો