હાડકાંને મજબૂત કરવા માટે કેલ્શિયમ, મિનરલ્સ અને ફોસ્ફેટ ખૂબ જ જરૂરી છે. હાડકાંને મજબૂત કરવા માટે તમારે તમારા આહારમાં એવો ખોરાક લેવો જોઈએ, જે આપણા સ્નાયુઓ અને હાડકાંને મજબૂત કરશે. ચાલો જાણીએ એવા ખોરાક વિશે જેનાથી આપણા હાડકાં મજબૂત થાય છે.
પાલક ખાવ
નિષ્ણાતોના મતે પાલકમાં કેલ્શિયમ સારી માત્રામાં જોવા મળે છે. જો તમે હાડકાંને મજબૂત રાખવા માંગો છો, તો તમારા આહારમાં કેલ્શિયમને અવશ્ય સામેલ કરો. તમને જાણીને નવાઈ લાગશે કે પાલક ખાવાથી હાડકાને 25 ટકા સુધી કેલ્શિયમ મળે છે. તેમાં ફાઈબર અને વિટામિન A પણ હોય છે.
પાઈનેપલ
અનાનસમાં વિટામિન સી મળી આવે છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ સિવાય પોટેશિયમ પણ વધુ માત્રામાં જોવા મળે છે. તે આપણા શરીરને સંતુલિત કરવામાં મદદરૂપ છે. જે લોકોને હાડકાંમાં દુખાવો થતો હોય અથવા કેલ્શિયમની ઉણપ અનુભવાતી હોય તેમણે તેમના આહારમાં પાઈનેપલ ખાવું જોઈએ.
બદામ
બદામમાં વિટામિન ઈ ની સાથે સાથે પ્રોટીન, ઝિંક અને કેલ્શિયમ પણ સારી માત્રામાં હોય છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનુ માનીએ બદામ મગજને તેજ બનાવવાની સાથે જ હાડકાંને પણ મજબૂત બનાવે છે. દરરોજ રાત્રે 4 પલાળેલી બદામ ખાવાથી હાડકાં મજબૂત થાય છે. તેથી હવેથી તમારા હાડકાંની સંભાળ રાખો.