પ્રી ડાયાબિટીજવાળા થઈ જાય સાવધાન, લાઇફસ્ટાઈલમાં કરી લો આ 5 ફેરફાર, નહી તો બની જશો કાયમી Diabetesના પેશન્ટ
આજકાલની ખરાબ લાઇફસ્ટાઈલના કારણે શરીરમાં અનેક ગંભીર બીમારીઓ છે, જેમાં ડાયાબિટીસ સૌથી વધુ ફેલાઈ રહ્યો છે. ધ લેન્સેટ ડાયાબિટીસ એન્ડ એન્ડોક્રિનોલોજી જર્નલનો નવો રિપોર્ટ જણાવે છે કે ભારતમાં 10 કરોડથી વધુ લોકો ડાયાબિટીસનો શિકાર બન્યા છે. વર્ષ 2019માં આ આંકડો 7 કરોડની નજીક હતો. સાથે જ પ્રી-ડાયાબિટીસથી પીડિત લોકોના આંકડા પણ આશ્ચર્યજનક છે. આવી સ્થિતિમાં, જો તમે હજુ પણ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન નહીં રાખ્યું તો તમે ક્યારે પ્રી-ડાયાબિટીસમાંથી ડાયાબિટીસના કાયમી શિકાર બની જશો તે ખબર પણ નહીં પડે.
પ્રી-ડાયાબિટીસથી કેવી રીતે બચવુ ? (how to prevent pre diabetes)
- પ્રી-ડાયાબિટીસથી પીડિત લોકોએ તેમના વજન પર નિયંત્રણ રાખવું જોઈએ. આ માટે તેમણે પોતાની દિનચર્યામાં ઓછામાં ઓછી 30 મિનિટની કસરતનો સમાવેશ કરવો જોઈએ.
- ધૂમ્રપાન કરનારાઓને ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં, જો તમે પ્રી-ડાયાબિટીસનો શિકાર બની ગયા છો, તો આજે જ ધૂમ્રપાન કરવાનું બંધ કરો. ધૂમ્રપાન કરવાથી શરીરમાં બળતરા વધે છે, જે ઇન્સ્યુલિનની કામગીરીને અસર કરે છે.