દાડમની છાલને કચરો સમજીને ફેંકવાને બદલે બનાવી લો તેની ચા, વજન ઘટાડવામાં મળશે મદદ

શનિવાર, 19 ઑક્ટોબર 2024 (06:33 IST)
Pomegranate Peels Tea
Pomegranate Peels Tea Benefits - રસદાર દાણાથી ભરપૂર દાડમ જેટલું સ્વાદિષ્ટ હોય છે તેના કરતાં અનેક ગણું  ફાયદાકારક હોય  છે. દાડમમાં એવા પોષક તત્વો હોય છે જે શરીરમાં લોહી વધારે છે અને ઈમ્યુનીટી ને મજબૂત બનાવે છે. દાડમ ખાવાથી શરીરની નબળાઈ દૂર થાય છે. દાડમનો રસ અનેક રોગોને દૂર કરવામાં પણ કારગર સાબિત થાય છે. જો તમે દાડમ ખાઓ છો, તો તે ડાયેટરી ફાઈબર, ઝીંક, પોટેશિયમ અને ઓમેગા -6 ફેટી એસિડ્સ પ્રદાન કરે છે. દાડમમાં પણ સારી માત્રામાં આયર્ન હોય છે. જો કે દાડમની સાથે તેની છાલ પણ ફાયદાકારક છે. હા, દાડમની છાલને આપણે કચરો સમજીને ફેંકી દઈએ છીએ, પરંતુ દાડમની છાલની ચા પીવાથી સ્થૂળતા ઓછી થાય છે અને શરીરમાંથી હાઈ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ મળે છે.
 
લોકો દાડમને તેની છાલ હટાવીને અને દાણા કાઢીને ખાય છે. દાડમનો રસ કાઢવા માટે દાડમની છાલ ઉતારવી પડે છે. લોકો ઘણીવાર દાડમની છાલને ફેંકી દે છે. પરંતુ જો તમે દાડમની છાલના ફાયદા વિશે જાણશો, તો તમે તેની છાલ ફેંકી દેવાને બદલે તેનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકશો. ચાલો જાણીએ દાડમની છાલની ચા કેવી રીતે બનાવવી?
 
દાડમની છાલની ચા કેવી રીતે બનાવવી?
ચા બનાવવા માટે દાડમની છાલ લો અને તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. હવે છાલના નાના ટુકડા કરી લો. દાડમની છાલને તડકામાં સૂકવી લો. જ્યારે છાલ સુકાઈ જાય ત્યારે તેને વાટીને પાવડર બનાવી લો. તેને એક બોક્સમાં ભરી લો. હવે ચા બનાવતી વખતે દાડમની છાલને પાણીમાં નાખીને ઉકાળો. હવે તેમાં મધ અને લીંબુનો રસ ઉમેરો. તેને ગાળીને ચાની જેમ ગરમ પી લો. 
 
દાડમની છાલના ફાયદા
 
હાર્ટ રાખે સ્વસ્થ  - એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર દાડમની છાલ હાર્ટ ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. દાડમની છાલનો ઉપયોગ કરીને કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે. જેના કારણે હાર્ટ એટેકનો ખતરો ઓછો થઈ જાય છે.
 
ઈમ્યૂનિટી થશે મજબૂત - દાડમની છાલમાં વિટામિન અને અન્ય જરૂરી પોષક તત્વો મળી આવે છે જે ઈમ્યૂનિટી વધારે છે. આ ચા પીવાથી તમે મોસમી રોગોથી બચી શકો છો. દાડમમાં પોલીફેનોલ્સ હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
 
વજન ઘટાડે- દાડમની છાલની ચા વજન ઘટાડવામાં ફાયદાકારક છે. જાડાપણાથી પીડિત લોકોએ દિવસમાં એકવાર દાડમની છાલની ચા જરૂર પીવી જોઈએ. આ ચા પીવાથી શરીરમાં જમા વધારાની ચરબી ઓછી થાય છે. 
 
અલ્ઝાઈમરનું જોખમ ઘટાડે  - દાડમની છાલમાં એવા તત્વો હોય છે જે વૃદ્ધાવસ્થામાં થતી બીમારી અલ્ઝાઈમરનું જોખમ ઘટાડે છે. ઘણા અભ્યાસોમાં એવું જાણવા મળ્યું છે કે દાડમની છાલમાં એન્ટી-ન્યુરોડીજનરેટિવ તત્વો હોય છે જે અલ્ઝાઈમર જેવી સમસ્યાઓનું જોખમ ઘટાડે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર