કેંસર સેલ્સને વધવાથી રોકે છે પાણીમાં ઉગતો આ સૌથી સસ્તુ ફળ, જાણો તેના આરોગ્ય લાભ

શુક્રવાર, 11 નવેમ્બર 2022 (11:06 IST)
પાણીફળ શિંગોડા પાણીમાં ઉગતી એક પ્રકારની શાક છે જે સામાન્ય રૂપે સેપ્ટેમબરથી નવેમ્બર ડિસેમ્બરના મહીના સુધી મળે છે. તેમજ ન માત્ર ભારતમાં પણ ચાઈનીસ અને યુરોપીયન ફૂડસને બનાવવામં પણ તેનો ઉપયોગ કરાય છે. પાણીમાં થતી આ શાક ખૂબ મહત્વપૂર્ણ પોષક તત્વોનુ એક સારુ સ્ત્રોત છે. તેની સાથે જ જુદા-જુદા પ્રકારની સ્વાસ્થય સમસ્યાઓમાં (Water chestnut benefits for health)  પણ ફાયદાકારી ગણાય છે. આ એક ઋતુ શાક છે. જેના કારણે આ 12મહીના બજારમાં નહી થાય. તેના માટે લોકો તેને સુકાવીને લોટના રૂપમાં ઉપયોગ કરે છે. ખાસ કરીને વ્રતમાં તેના લોટથી હલવો અને બીજા ઘણા પ્રકારના ડીશ બનાવાય છે. 
 
તમને સિંગોડા ખાવાનું ગમશે, પરંતુ શું તમે જાણો છો કે તે શરીર માટે ખૂબ જ સારું છે સાથે જ તે અનેક રોગોને પણ દૂર કરે છે.
 
શિયાળો આવતાની સાથે જ સિંગોડા, દુકાનોમાં જોવા મળતી હોય છે. લોકો તેને ખૂબ ઉત્સાહથી પણ ખાય છે. પણ શું તમે જાણો છો કે સિંગોડા, ગુણોની ખાણ છે. તેના ઘણા ફાયદા છે. તે તમને અનેક રોગોથી બચાવે છે. તમારે તેના ફાયદા પણ જાણવું જોઈએ:
 
1. અસ્થમાના દર્દીઓ માટે શિંગોડા  ખૂબ ફાયદાકારક છે. નિયમિતપણે શિંગોડા ખાવાથી શ્વસન સમસ્યાઓથી પણ રાહત મળે છે.
 
2. શિંગોડા પાઈલ્સ જેવી મુશ્કેલ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે અસરકારક સાબિત થાય છે.
 
3. શિંગોડા ખાવાથી એડી ફાટવા પણ મટે છે. આ સિવાય જો શરીરમાં કોઈ જગ્યાએ દુ:ખાવો કે સોજો આવે તો તેને પેસ્ટ લગાવવાથી ખૂબ ફાયદો થાય છે.
 
4. તેમાં કેલ્શિયમ પણ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. આ ખાવાથી બંને હાડકા અને દાંત મજબૂત રહે છે. તે આંખો માટે પણ ફાયદાકારક છે.
 
5. ગર્ભાવસ્થા દરમિયાન શિંગોડા ખાવાથી માતા અને બાળક બંને સ્વસ્થ રહે છે. તે કસુવાવડનું જોખમ પણ ઘટાડે છે. આ સિવાય શિંગોડા ખાવાથી પણ પીરિયડની સમસ્યાઓ દૂર થઈ શકે છે.
 
6. કેંસર સેલ્સ બનવાથી રોકે 
નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન દ્વારા વોટર ચેસ્ટનટ વોટર પર પ્રકાશિત કરાયેલા અભ્યાસ મુજબ, તેમાં એન્ટીઓક્સીડેન્ટ ફેરુલિક એસિડની પૂરતી માત્રા મળી આવે છે. તે જ સમયે, સંશોધન મુજબ, ફેરુલિક એસિડ સ્તન કેન્સરના વિકાસને અટકાવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર