Uric Acid: આજના સમયમાં લોકો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી, જેના કારણે ઉંમર પહેલા જ બીમારીઓ થઈ જાય છે. સાથે જ ખરાબ આહારના કારણે, યુરિક એસિડની સમસ્યા થઈ શકે છે. આ સમસ્યાથી પીડિત વ્યક્તિને સાંધામાં દુખાવો, જકડાઈ જવા અને સોજા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. યોગ્ય સમયે જો યુરિક એસિડની સારવાર ન કરવામાં આવે તો તમારી કિડની અને લીવર કામ કરવાનું બંધ કરી શકે છે. આ ઉપરાંત હાર્ટ એટેક જેવી સમસ્યા પણ થઈ શકે છે. ચોમાસાની ઋતુમાં અમુક શાકભાજીનું સેવન કરવાથી યુરિક એસિડમાં નોંધપાત્ર વધારો થાય છે. આવો જાણીએ વરસાદમાં યુરિક એસિડના દર્દીએ કઇ શાકભાજી ન ખાવી જોઇએ.
સૂકા વટાણા
સૂકા વટાણામાં પ્યુરિન હોય છે, જે યુરિક એસિડ વધારવાનું કામ કરે છે. જો તમારું યુરિક એસિડ વધારે છે, તો સૂકા વટાણા ખાવાથી તે વધી શકે છે.