Triphala Benefits: શિયાળામાં લંગ્સની દેખરેખ માટે રામબાણ છે ત્રિફળા જાણો તેના ચોંકાવનારા ફાયદા

મંગળવાર, 2 જાન્યુઆરી 2024 (14:21 IST)
Triphala Benefits: ક્યારેય મટર પનીરનુ શાક કે બિરયાનીમાં તમને ત્રિફળાની જરૂર પડી હશે. મોઢામાં આવતા જ કે થાળીમાં જોતા જ જો તમે તેને સાઈડમાં કરી દો છો તો ક્યાક ને ક્યાક મોટી ભૂલ કરી રહ્યા છો. ત્રિફળાને આમળા, બહેડા અને હરડને મિક્સ કરીને બનાવવામાં આવે છે. જે આપણા આરોગ્ય માટે અનેક રીતે ખૂબ જ લાભકારી છે. 
 
ત્રિફળામાં ત્રણ જડી બુટ્ટી 
 
ત્રિફળા આયુર્વેદની ત્રણ સૌથી શક્તિશાળી જડી બૂટીયો - વિભીતકી, હરીતકી અને આમળા મિક્સ કરીને બને છે. આયુર્વેદમાં ત્રિફળાને ફેફ્સાની ગંદકીને સાફ કરવા માટે સૌથી બેસ્ટ ઉપચાર માનવામાં આવે છે. તેમા રહેલ એંટી બેક્ટેરિયલ, એંટી ઈફ્લેમેટરી ગુણ તેને મજબૂત ઔષધિ બનાવે છે. 
 
ત્રિફળામાં શુ જોવા મળે છે 
 
ત્રિફળામાં જોવા મળનારા એંટી-ઓક્સીડેંટ જેવા એલાજિક એસિડ, ટૈનિન અને ફ્લેવોન પણ ફેફસાને વધુ મજબૂતી આપીને તેમા જમા ગંદકીને જડથી સાફ કરવામાં અસરદાર સાબિત થઈ શકે છે. 
 
ફેફસાને બચાવે 
 
શિયાળાના દિવસોમાં પ્રદૂષણ આપના બધાના સ્વાસ્થ્ય માટે સંકટ ઉભુ કરે છે. હવામાં મિક્સ પ્રદૂષણ નુ આ ઝેર ફેફ્સાને સીધી રીતે નુકશાન પહોચાડવાનુ કામ કરે છે.  તેનાથી લંગ્સ કેંસર થવાની શક્યતા પણ વધી જાય છે.  ફેફ્સા જ વાતાવરણમાંથી વાયુને ખેંચીને તેમાથી ઓક્સીજનને ગાળીને લોહીના કણ કણ સુધી પહોચાડે છે. સાથે જ શરીરની અંદર બની રહેલા કાર્બનડાયોક્સાઈડને બહાર કાઢવાનુ કામ કરે છે. સાથે જ ફેફ્સા બોડીના પીએચને બેલેંસ કરી બહારી આક્રમણથી આપણને બચાવે છે. આવામાં ફેફસાનુ સ્વસ્થ રહેવુ ખૂબ જ જરૂરી બની જાય છે. આવી સ્થિતિમાં ત્રિફળા ફેફસા માટે ખૂબ જ લાભકારી સાબિત થાય છે.  
 
સોજો ઓછો કરશે 
 ત્રિફળાનુ સેવન કરવાથી સોજો ઓછો થાય છે અને શ્વસનમાર્ગના રોગોથી પણ આરામ મળે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર