શરીરમાં શુગર લેવલને કંટ્રોલમાં રાખવી ખૂબ જરૂરી છે. ખાસ કરીને ડાયાબિટિક પેશેંટ માટે. જો શુગર લેવલ ઓછુ કે વધુ થઈ જાય તો તેનાથી હ્રદય, રક્તનળી, આંખો, કિડની અને નસોને નુકશાન થઈ શકે છે. સાથ જ તેનાથી અનેક અન્ય બીમારીઓનો ખતરો પણ વધી જાય છે.
ડાયાબિટીક પેશેંટને તમારી કંઈ ટેવમાં ફેરફાર કરવો જોઈએ.
હેલ્ધી ડાયેટ લો - શુગરને કંટ્રોલ કરવા માટે સૌથી જરૂરી છે હેલ્ધી ડાયેટ. કારણ કે તમે જે પણ ખાવ છો તે રક્ત શર્કરાને પ્રભાવિત કરે છે. આ માટે ડાયેટમાં ઘણા બધા શાક, ફળ, આખા અનાજ, નૉનફૈટ ડેયરી, લીન મીટ અને ગ્રીન ટી લો. સાથે જ હાઈ શુગર ફુડ્સ, ફૈટી ફુડ્સ, દારૂ, કૈફીન, કાર્બ્સ અને જંક ફુડ્સથી દૂર રહો.
તનાવથી રહો દૂર - સ્ટ્રેસ લેવલ ડિપ્રેશન વધારવા ઉપરાંત તેને કારણે લોહીમાં શુગરનુ સ્તર પણ વધી જાય છે. ઉલ્લેખનીય છે કે તનાવને કારણે તમે ડાયાબિટીસને સારી રીત પ્રબંધિત નથી કરી શકતા. તેથી તનાવથી બચવુ ખૂબ જરૂરી છે. આ માટે વ્યાયામ કરવો, યોગ, યોગ્ય ખોરાક અને તમારી દવાઓ લેવી ન ભૂલશો. સાથે જ તનાવ દૂર કરવા માટે એ કામ કરો જેનાથી તમને ખુશી મળે.
એક્સરસાઈઝ - એક અભ્યાસ મુજબ રોજ ઓછામાં ઓછી 30 મિનિટ એક્સસાઈઝ કરવાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. સાથે જ તેનાથી અન્ય બીમારીઓનો ખતરો પણ ઘટી જાય છે. આ માટે ડેલી રૂટીનમાં ફરવુ, જિમ, સ્પોર્ટ્સ અને યોગને સામેલ કરો. સાથે જ રાતનુ ભોજન કર્યા પછી પણ ઓછામાં ઓછા 15-20 મિનિટ ફરવાનો નિયમ જરૂર રાખો.