Health Tips - ખાંડ ખાવાથી થતા આ 5 નુકશાન વિશે આપ જાણો છો

ગુરુવાર, 25 મે 2017 (11:29 IST)
ગળ્યાના રૂપમાં ખાંડ તમારા જીવનનું એક અભિન્ન અંગ છે. પણ આની મીઠાશ જેટલી સારી લાગે છે એટલા જ ખરાબ છે આના નુકશાન.  જો તમને પણ છે ખાંડ ખાવાની ટેવ તો એકવાર જરૂર જાણી લો, તેનાથી થતા આ 5 નુકશાન. 
 
1. ડાયાબિટીસનુ સંકટ - જો તમારા પરિવારમાં કોઈને ડાયાબિટીસ છે તો બેશક તમારે ખાંડનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો જોઈએ. કારણ કે આ આનુવાંશિક રૂપથી ડાયાબિટીસનુ કારણ બની શકે છે. 
 
2. ખંજવાળ - ખાંડનો વધુ ઉપયોગ કરવાથી તમારા ગુપ્તાંગોમાં ખંજવાળની સમસ્યા ઉભી થઈ શકે છે. એટલુ જ નહી આ ગુપ્તાંગો દ્વારા વધુ તરલ સ્ત્રાવ અને સંકમ્રણ માટે પણ જવાબદાર  હોઈ શકે છે. 

3. હ્રદ્દય રોગ - ખાંડ કે ગળી વસ્તુઓનુ વધુ સેવન કરવુ, હ્રદયની નળીઓમાં વસાનો જમાવ કરી તેને બ્લોક કરવામાં મદદ કરે છે અને નળીને અંદરથી સંકુચિત કરી નાખે છે. તેનાથી હૃદય રોગ કે હાર્ટ એટેક થવાની શક્યતા વધી જાય છે. 
 
4. એક્ઝિમા - ત્વચા પર પણ ખાંડનુ સેવન ખરાબ અસર નાખી શકે છે. આ ત્વચામાં ખંજવાળ, લાલિમા કે અન્ય પરેશાનીઓ ઉભી કરી શકે છે.  એક શોધ મુજબ ખાંડનો પ્રયોગ એક્ઝિમાની શક્યતાને વધારી દે છે. 

5. કમજોર હાંડકા - દાંતોના ઉપરી પરત ઉપરાંત તેનો પ્રયોગ તમારા હાડકાને કમજોર કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આ  ઉપરાંત ઑસ્ટિયોપોરાસિસ જેવી સમસ્યાઓ માટે પણ ખાંડનુ વધુ સેવન જવાબદાર છે. 

વેબદુનિયા પર વાંચો