મોટાભાગના લોકો સવારે ઉઠતા જ લીંબૂ પાણીનું સેવન વજન ઓછા કરવા કે પછી શરીરને અંદરથી સાફ કરવા માટે કરે છે. પાણીમાં લીંબૂ નિચોવીને પીવાથી શરીરને વિટામિન સી , પોટેશિયમ અને ફાઈબર મળે છે. પણ એનું વધારે સેવન કરવાના સાઈડ ઈફેક્ટ પણ થાય છે. વધારે લીંબૂ પાણી પીવાથી શરીરમાં પાણીની અછ્ત થઈ જાય છે અને ડીહાઈડ્રેશનની સમસ્યા વધી જાય છે. એ સિવાય ઘણા લોકોને દાંતમાં ઠંડા ગરમનો પણ અનુભવ થવો શરૂ થઈ જાય છે.
મૂત્રાશયની કોથળીની સમસ્યા
લીંબૂમાં એસિડિક લેવલ સિવાય એમાં અક્સલેટ પણ હોય છે જેનું વધારે સેવન કરવાથી શરીરમાં ક્રિસ્ટલ બની જાય છે. આ ક્રિસ્ટલાઈક્ડ ઓક્સટેલ કિડની સ્ટોન અને ગોલસ્ટોન્ના રૂપ ધારણ કરી લે છે.
ડીહાઈડ્રેશન
લીં બૂ પાણી પીવાથી વારેઘડીએ પેશાબ આવે છે , જેથી બોડીમાં ડીહાઈડ્રેશન થઈ શકે છે આથી લીંબૂ પાણીનું સેવન જ્યારે પણ કરો , ત્યારે દિવસ ભર પાણી ખૂબ પીવો.