Healthy Tips: એક સામાન્ય ધારણા છે કે કોલ્ડ ડ્રિંકથી વજન વધે છે. હકીકતમાં વધુ કોલ્ડ ડ્રિંક પીવથી ફક્ત વજન જ નથી વધતુ પણ અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ થઈ શકે છે. આ કોલ્ડ ડ્રિંક્સ (Cold Drinks) કે સોફ્ટ ડ્રિંક્સ (Soft Drinks) માં એડેડ શુગર હોય છે જે આરોગ્ય માટે અનેક રીતે હાનિકારક હોય છે. સાથે જ જાડાપણુ (Obesity) જ નહી આ ડ્રિંક્સ અનેક ગંભીર બીમારીઓનુ પણ કારણ બને છે. આવો જાણીએ આ કોલ્ડ ડ્રિંક્સ પીવાથી કેવી રીતે શરીર પ્રભાવિત થાય છે.
વજનમાં થાય છે વધારો - તેમા કોઈ શક નથી કે વધુ પડતુ કોલ્ડ ડ્રિંક્સ પીવાથી વજન વધે છે. સોડાવાળી ડ્રિંકના એક કંટ્રેનરમાં ઓછામાં ઓછા 8 ચમચી ખાંડની માત્રા હોય છે. બીજી બાજુ આ ડ્રિંક્સ તમારી ક્ર્રેવિગ્સને દૂર કરે છે પણ પેટ નથી ભરતી અને તેને પીધા પછી તમને વધુ ભૂખ લાગે છે. આ બધુ જાડાપણાને આમંત્રણ આપવા જેવુ છે.