શંખ વગાડવાથી શરીરને મળે છે આ ચમત્કારિક લાભ

મંગળવાર, 19 જૂન 2018 (00:18 IST)
હિંદુ ધર્મમાં માં શંખને વધારે મહત્વ આપવામાં આવે છે. મોટાભાગે શંખ બધાના ઘરમાં હોય જ -શું તમે જાણો છો શંખના વાસ્તુ કે ધાર્મિક માન્યતાઓ સાથે જ નહી પણ શરીર કે સ્વાસ્થયથી સંકળાયેલા પણ ઘણા ફાયદા છે તો જાણો શું-શું ફાયદા છે શંખ વગાડવાના સ્વાસ્થય લાભ
તમે ખાંસી, દમ, કમળો, બ્લડપ્રેશર કે હૃદય સાથે જોડાયેલી ગંભીર બીમારીથી પીડાતા હોવ તો આમાં રાહત મેળવવાનો એક સરળ માર્ગ એ છે તમે દરરોજ શંખ વગાડો. કહેવાય છે કે શંખનાદ તમારી આસપાસની નકારાત્મક ઊર્જાનો નાશ કરે છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. શંખથી નીકળનારી ધ્વનિ જ્યાંસુધી પહોંચે છે ત્યાંસુધી બીમારીઓના કીટાણુઓનો નાશ થાય છે.
 
શંખનાદથી સકારાત્મક ઊર્જાનું સર્જન થાય છે જેનાથી આત્મબળમાં વૃદ્ધિ થાય છે. શંખમાં પ્રાકૃતિક કેલ્શિયમ, ગંધક અને ફોસ્ફરસની ભરપુર માત્રા હોય છે.
 
દરરોજ શંખ ફૂંકનારા લોકોને ગળા અને ફેફસાને લગતા રોગ નથી થઇ શકતા. એટલું જ નહીં, શંખથી તમામ રોગોનો નાશ થાય છે. શંખ વગાડવાથી ચહેરા, શ્વસનતંત્ર, શ્રવણતંત્ર તથા ફેફસાનો પણ વ્યાયામ થાય છે. તો વળી શંખવાદનથી સ્મરણશક્તિ પણ વધે છે.
 
શંખનાદ, શંખ, નકારાત્મ ઉર્જા, આત્મબળમાં વૃદ્ધિ, ફેફ્સાનું વ્યાયામ, સ્મરણશક્તિ, ધ્વનિ, ખાંસી, દમ, કમળો, બ્લ્ડપ્રેશર
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર