બ્લેક રાઈસ જેને બીજા શબ્દોમાં ફૉરબિડેન રાઈસ પણ કહેવામાં આવે છે. તેમા એંટીઓક્સિડેંટ, ફાઈબર અને અનેક પોષક તત્વ ભરપૂર પ્રમાણમાં રહેલા હોય છે. જો નિયમિત રૂપે બ્લેક રાઈસનુ સેવન કરવામાં આવે તો તમે શરીરની અનેક સમસ્યઓથી દૂર રહી શકો છો. બ્લેક રાઈસને તમે પુલાવ, ખીર, બ્રેડ કે નૂડલ્સ જેવા વિવિધ રૂપોમાં વાપરી શકો છો.