શુ આપ જાણો છો ચોમાસામાં લીલા શાકભાજી કેમ ન ખાવા જોઈએ ?

ગુરુવાર, 30 જૂન 2016 (16:19 IST)
માનસૂન દરમિયાન તમે કંઈ વસ્તુઓ ક્યારે ખાવ છો તેનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. જો તમે લીલી પત્તેદાર શાકભાજીઓ ખાવાનુ પસંદ કરો છો તો ચોમાસામાં તેને ખાવાથી બચો. આમ તો લીલી શાકભાજીમાં ઘણુ બધુ પોષણ જોવા મળે છે. પણ જો એક્સપર્ટનુ માનીએ તો તેમને ચોમાસામાં ખાવાથી બચવુ જોઈએ. 
 
મૉનસૂન દરમિયાન આ શાકભાજીઓને સારી રીતે સૂર્ય પ્રકાશ નથી મળતો જેને કારણે તેમા કીટાણુઓનો ઢગલો જામી જાય છે.  આ શાકભાજીનુ સેવન કરવાથી આ વાયરસ આપણા શરીરમાં પ્રવેશ કરે છે. જેનાથી આપણને અનેક સંક્રામક બીમારીઓ થઈ જાય છે.  સાથે જ તેનાથી શરીરમાં ઉર્જાનુ સ્તર નીચે જતુ રહે છે અને પાચન તંત્ર ગડબડે છે.  લીલા પાનવાળા શાકભાજી ખાતા પહેલા નળ નીચે ધુઓ અને પછી તેને મીઠુ મેળવેલ પાણીમાં થોડીવાર સુધી પલાડી રાખો.  જેનાથી તેમા રહેલ કીટાણુઓનો નાશ થશે અને આ ખાવાલાયક બનશે.  હવે આવો જાણીએ કે ચોમાસામાં લીલા શાકભાજી કેમ ન ખાવા જોઈએ. 

કીટાણુઓથી ભરેલા હોય છે લીલા શાકભાજી - પાનવાળા લીલા શાકમાં બેક્ટેરિયાનો વસવાટ હોય છે. આ શાકભાજીના પાનમાં પોતાનુ ઘર બનાવી લે છે. અનેક કીટાણું લીલા રંગના હોવાને કારણે પકડમાં આવતા નથી અને તે પેટમાં જતા રહે છે.  જેનાથી પેટમાં સંક્રમણ થઈ જાય છે. 

મોટાભાગની શાકભાજી કીચડમાં ઉગે છે - મોટાભાગના પાનવાળા શાક વરસાદને કારણે કીચડમાં ઉગે છે. જેનાથી તે ખૂબ ખરાબ રીતે સંક્રમિત થઈ જાય છે. જો તેને સારી રીતે ધોઈને ન ખાવામાં આવે તો  તબિયત ખરાબ થઈ જાય છે. 

કારણ કે આ દૂષિત સ્થાન પર મુકવામાં આવે છે - જ્યારે શાકભાજી ખેતરમાંથી કાપવામાં આવે છે તો તેને મંડીમાં ગંદકીથી એક બીજા સ્થાન પર મુકવામાં આવે છે.  જો આ એરિયા સ્વચ્છ નથી તો બીમારી ઉભી થવાના ચાંસ વધી જાય છે. 

કીડા મકોડાનો વાસ -કોબીજ, ફ્લાવર અને બ્રોકલી જેવી લીલી શાકભાજીમાં કીડા-મકોડા એવી રીતે અંદર ઘુસી જાય છે કે તે સ્પષ્ટ જોઈ શકાતા નથી.  આ શાકભાજીને ખાતા પહેલા મીઠાવાળા ગરમ પાણીમાં નાખો ઉકાળો અને પછી બનાવો. 

રંગ ભરવા માટે લગાવાય છે ઈંજેક્શન -  મોનસૂન દરમિયાન શાકભાજીવાળા સારા પૈસા કમાવવા અને શાકભાજીને ગ્રીન બતાડવાના ચક્કરમાં  તેમને રંગથી ભરેલ ઈંજેક્શન લગાવી દે છે.  આ નકલી રંગોની સીધી અસર આપણી રોગ પ્રતિરોધક ક્ષમતા પર પડે છે. જેનાથી શરીરમાં તમામ પ્રકારની બીમારીઓ થઈ જાય છે. 
 
 
મોનસૂનમાં બહાર ખાવાથી રહો સાવધ - જો તમે બહાર ખાવાના શોખીન છો તો શાકભાજીથી બનેલ ડિશ ન ખાશો. અનેક હોટલો અને ઢાબામાં શાકભાજી સારી રીતે ધોવામા નથી આવતી. જેનાથી પેટનુ સંક્રમણ થાય છે. 

વેબદુનિયા પર વાંચો