ગરમીમાં પેટ દુ:ખે તો શુ કરશો ?

શુક્રવાર, 21 એપ્રિલ 2017 (06:32 IST)
ગરમીમાં પેટ દુ:ખવાનું કારણ 
 
- ખાવા પીવાનું સમય પર ન હોવુ , સમયસર સુવુ નહી.. પાણીની કમી અને ગરમ પેય પદાર્થો વધુ પીવાથી પેટમાં અમ્લની માત્ર અને પાચન વ્યવસ્થા પ્રભાવિત થાય છે. જેનાથી રક્ત સંચાર અને આંતરડાની ગતિવિધિ પર અસર પડે છે. ગરમીમાં ભૂખ ઘટે છે અને ડીહાઈડ્રેશન વધે છે. તેથી પાચન સંબંધિ સમસ્યાઓ વધે છે.  
 
 
સામાન્ય રીતે ઉભી થતી સમસ્યાઓ - 
 
-  પેટમાં ભારેપણુ અને અસ્વસ્થતા અનુભવાય છે. 
- પેટ ફૂલવાનો અને ગેસ બનવાનો અહેસાસ થાય છે. 
- અનેકવાર ખાટા ઓડકાર, છાતીમાં બળતરા, ઘડકન તેજ થવી, ભૂખ ઓછી લાગવી, જમ્યા પછી પેટ વધુ ભારે લાગવુ, પેટમાં ભયંકર દુખાવો, પેશાબ અટકી અટકીને આવવી, શરીરમાં ગરમીનો અનુભવ જેવી સમસ્યાઓ થઈ શકે છે. 
 
શુ ન ખાવુ - કેટલાક ખાદ્ય પદાર્થો જેવા કે બીન્સ, રાજમા, છોલે, લોબિયા, મઠની દાળ અને દુધ ઉપ્તાદો દ્વારા અનેક લોકોને ગેસની તકલીફ ઉભી થય છે. મરચા, મસાલા ભારે ભોજન, માંસ, માછલી, ઈંડા વગેરેનુ સેવન ન કરો. 
 
શુ ખાવુ જોઈએ - તમે જે પણ ખાવ તેને ચાવીને ખાવ અને નાના-નાના કોળિયા બનાવીને ખાવ.  લીલી શાકભાજી અને તાજા રસદાર ફળોનું સેવન કરો. કુણુ પાણી પીવાથી પાચન પ્રક્રિયા ઠીક રહે છે અને ગેસ પણ બનતી નથી. આ ઉપરાંત છાશ, લસ્સી, વરિયાળી, લીંબૂ, અજમો પણ લાભકારી છે. 
 
ઉપાય - પેટની ગેસથી બચવા માટે સૌથી સારુ સમાધાન છે કે નિયમિત રૂપે વ્યાયામ કરો. નિયમિત રૂપે વ્યાયામ કરવાથી શરીરના બધા અંતોને લાભ પહોંચે છે અને સાથે જ ગેસની સમસ્યાથી છુટકારો પણ મળે છે.  યોગ કરવાથી પણ પાચનતંત્ર સ્વસ્થ રહે છે.

વેબદુનિયા પર વાંચો