મેહંદીના આરોગ્ય અને બ્યૂટીના 7 ફાયદા

બુધવાર, 8 ઑગસ્ટ 2018 (11:46 IST)
હાથ પર રચતી સુંદર મેહંદીના તો તમે દીવાના હશો જ- તેના આરોગ્ય અને બ્યૂટીના ફાયદા જાણશો તો વધારે પસંદ કરશો. જાણૉ તમારા આરોગ્ય અને સૌંદર્યને નિખારવામાં કેટલી કારગર છે મેહંદી તમને સ્ટ્રેસ હોય તો હાથ પર મેહંદી રચાવવાથી સારું લાગે છે અને સ્ટ્રેસ દૂર થશે. 
1. લોહી સાફ કરવા માટે મેહંદીને ઔષધિની રીતે પ્રયોગ કરાય છે. તેના માટે રાત્રે સાફ પાનીમાં મેહંદી પલાળી રાખો અને સવારે તેને ગાળીને પી લેવી. 
ALSO READ: બંગડી, ઝાંઝર અને વીંછીયો ફક્ત સુહાગની નિશાની જ નથી, આની પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણીને નવાઈ પામશો
2. માથાના દુખાવા કે માઈગ્રેન જેવી સમસ્યા માટે મેહંદી એક સરસ વિક્લ્પ છે. ઠંડક ભરેલી મેહંદીને વાટીને માથા પર લગાવવાથી ખૂબ ફાયદો થશે. 
 
3. ઘૂટણ કે સાંધાના દુખાવાની સમસ્યા થતા પર મેહંદી અને એરંદાના પાનને સમાન માત્રામાં વાટી લો અને આ મિશ્રણને હળવું ગરમ કરી ઘૂટંણ પર લેપ કરવું. 
 
4. શરીરના કોઈ સ્થાન બળી જતાં મેહંદીના છાલ કે પાન લઈને વાટી લો.અને લેપ તૈયાર કરી લો. આ લેપ બળેલા સ્થાન પર લગાવવાથી ઘા જલ્દી ઠીક થઈ જશે. 
 
5. મેહંદીમાં દહીં, આમળા પાઉડર, મેથી પાઉડર મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો. અને તેને વાળમાં લગાવવું 1 થી 2 કલાક રાખ્યા પછી વાળ ધોઈ લો. આવું કરવાથી વાળ કાળા, ઘના અને ચમકદાર હોય છે. 
 
6. તાસીર ઠંડી હોવાના કારણે મેહંદીનો ઉપયોગ શરીરમાં વધેલી ગર્મીને ઓછુ કરવામાં કરાય છે. હાથ અને પગના તળિયેમાં મેહંદી લગાવવાથી શરીરની ગરમી ઓછી થઈ જાય છે. 
 
7. તે સિવાય મેહંદીના તાજા પાનને તોડીને સાફ પાણીમાં પલાળી અને રાતભર રાખ્યા પછી તેને ગાળીને પીવું. આ પ્રયોગ પણ શરીરની ગર્મી દૂર કરવામાં મદદગાર છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર