ઈસબગુલના ફાયદા અને નુકશાન જાણીને ચોંકી જશો

બુધવાર, 23 સપ્ટેમ્બર 2015 (18:16 IST)
ઈસબગુલ આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારી છે. નિયમિત રૂપે તેને ખાવાથી અનેક બીમારીઓ દૂર થય છે. તેને ખાતી સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવુ પણ જરૂરી છે. જાણો તેના ગુણો વિશે.. 
 
આ ચિકણું હોય છે પણ પાણીમાં ફુલાવીને ખાવાથી આંતરડા સાફ કરે છે. પાચન તંત્રને મજબૂત બનાવે છે. આ કોઈપણ અન્ય પોષક તત્વને શોષતો નથી કારણ કે તેના પર કોઈપણ ડાયજેસ્ટિવ એંજાઈમની કોઈ અસર થતી નથી.  આ બવાસીરમાં પણ રાહત અપાવે છે. 
 
એસિડિટીથી રાહત અપાવે છે. આ પેટમાં એસિડના પ્રભાવને ઓછુ કરે છે. એસિડિટી થતા ઈસબગુલને ઠંડા પાણી સાથે ભોજન પછી લો. વજન ઘટાડવામાં મદદરૂપ છે ઈસબગુલ. ખાવાની ઈચ્છાને નિયંત્રિત કરે છે. આ કોલોનને સાફ રાખે છે તેથી તે ભોજનના પાચનમાં કારગર છે. ઈસબગુલને પાણીમાં મિક્સ કરી મિક્સચર તૈયાર કરી લો અને તેમા લીંબૂનો રસ ભેળવી દો.  સવારે ખાલી પેટ આનુ સેવન કરો. 
 
ઈસબગુલ આંતરડાના બેક્ટેરિયાનો નાશ કરવામાં પણ કારગર છે .  આ ટૉક્સિન્સનો પણ ખાત્મો કરે છે. 4 થી 6 ચમચી ઈસબગુલ દિવસમાં એક થી ત્રણ વાર પાણી કે અન્ય કોઈ જ્યુસ સાથે લેવુ જોઈએ. જમ્યા પછી તેનુ સેવન કરવા માટે તેને જમતા પહેલા તેને પલાળી દેવુ જોઈએ. કબજિયાતને દૂર કરવામાં ખૂબ જ અસરદાર છે.  ઈસબગુલમાં નેચરલ લૈક્સટિવ ગુણ જોવા મળે છે અને આ ફાઈબરથી ભરપૂર હોય છે. ઈસબગુલ ડાયેરિયાનો પ્રાકૃતિક ઉપચાર છે . ડાયેરિયાથી પીડિતોએ તેને દહી સાથે મિક્સ કરીને લેવુ જોઈએ. 
 
ઈસબગુલ ખાવાથી હાર્ટ સંબંધી બીમારીઓ થતી નથી. આ કોલેસ્ટ્રોલને એબ્જોર્બ કરે છે. આ પેટ અને આંતરડા પર ટૉક્સિન અને તૈલી પદાર્થનો જમાવડો રોકે છે.  આ ફૈટને એબ્જૉર્બ થતા રોકવાનું પણ કામ કરે છે. હાર્ટને સુરક્ષિત રાખવા માટે આનુ સેવન આ રીતે કરો. દિવસમાં બે વાર ભોજન પછી તરત જ ઈસબગુલ લો.  આ ગ્લુકોઝના સેવનને ઓછુ કરવા સાથે જ ડાયાબીટીશનું નિયત્રંણ કરે છે.  ધ્યાન રાખો કે ઈસબગુલનુ અત્યાધિક સેવન ન કરવુ.  પાણીમાં પલાળીને જ આનુ સેવન નિયમથી કરો.  ગર્ભાવસ્થામાં તેને લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવાની ન ભૂલશો. 

વેબદુનિયા પર વાંચો