High Sugar Symptoms: શુગર વધવાના શું છે લક્ષણ ગંભીર સમસ્યા થતા પહેલા જાણો

શુક્રવાર, 25 ઑગસ્ટ 2023 (00:34 IST)
High Sugar Symptoms: શુગર વધવાના ઘણા કારણ હોય છે પણ શું તમે જાણો છો કે શુગર વધવાથી ઘણી બધી પરેશાનીઓ થવા લાગે છે જે લોકોનો શુગર 
લેવલ હાઈ થઈ જાય છે તે ડાયાબિટીસના શિકાર થઈ જાય છે તેથી તેનાથી છુટકારો મેળવવા માટે ઘણા બધા પ્રકારના ટિપ્સ માર્કેટમાં છે. તો ચાલો જાણવાની કોશિશ કરીએ કે શા માટે શુગર વધે છે અને તેના લક્ષણ શું સાથે જ તેને કેવી રીતે કંટ્રોલ કરી શકાય છે. 
 
આ સુગર વધવાના લક્ષણો - ડાયાબિટીસ ના લક્ષણો
- સૌથી પહેલા તો શુગર વધતા તમને બહુ વધારે તરસ લાગશે. એટલે કે જે લોકોને ખૂબ વધારે તરસ લાગે છે તે  આ લક્ષણને હળવામાં ન લેવું. 
- તે સિવાય જે લોકોને યુરિનથી વધારે દુર્ગંધ આવે છે તે અલર્ટ થઈ જાઓ. આ પણ હાઈ શુગર વધવાના લક્ષણ છે. 
- થાક લાગવી આ પણ શુગર વધવાની નિશાની છે. 
- જે લોકોને અસ્પષ્ટ જોવાવે તો સમજી જાઓ કે આ હાઈ શુગરના લક્ષણ છે. 
- તીવ્રતાથી વજન ઘટવુ પણ હાઈ શુગરનો લક્ષણ છે. 

શુગર આ રીતે થઈ શકે છે કંટ્રોલ 
- સૌથી પહેલા તો તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવુ. હેલ્દી ડાઈટ લેવી. જેનાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરી શકાય છે. 
- એક્સરસાઈજ અને વ્યાયામ કરવુ જરૂરી છે તેનાથી હાઈ બ્લ્ડ શુગર લેવલની સમસ્યાથી બચી શકાય છે. 
- તેની સાથે જ નિયમિત રૂપથી કરવુ શુગર લેવલની તપાસ જરૂર કરાવો. 
- તેની સાથે જ વજન કંટ્રોલમાં રાખવુ. તેનાથી તમારુ શુગર કંટ્રોલમા રહેશે. 
- ઉંઘ લેવી પણ ખૂબ જરૂરી છે જો તમે પૂરતી ઉંઘ ન લેશો તો તમારું શુગર લેવલ વધી શકે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર