ભાત ખાધા પછી પણ ભૂખ લાગે છે
જી.. હા આવુ એટલા માટે થાય છે કારણ કે ભાત ખૂબ જ સહેલાઈથી પચી જાય છે. ભાત ખાધા પછી તમને થોડીવારમાં જ ભૂખ લાગે છે. કારણ કે તે આંતરડા પર વધુ દબાણ નથી નાખતુ. જો તમે તેને વધુ પૌષ્ટિક બનાવવા માંગો છો તો ભાતનુ સેવન ઉચ્ચ ફાઈબર અને ઉચ્ચ પ્રોટીન યુક્ત ખાદ્ય પદાર્થની સાથે કરો.
વ્હાઈટ રાઈસ હેલ્દી નથી હોતા
વ્હાઈટ રાઈસ પ્રત્યે લોકોની ધારણા ખૂબ જ ખોટી છે. આમ જોવા જઈએ તો ભાતમાં કાર્બોહાઈડ્રેટ પુરતા પ્રમાણમાં હોય છે. એક દિવસમાં આપણા શરીરમાં જેટલી ઉર્જાની જરૂર હોય છે તેની પૂર્તિ ચોખા કરી નાખે છે. વ્હાઈટ રાઈસની પૌષ્ટિકતાને વધારવા માટે તમે તેને લીલી શાકભાજીઓ. બીંસ, દાળ, સોયાબીન, મીટ વગેરે સાથે મિક્સ કરીને હેલ્દી ફુડ બનાવી શકો છો.