ડાયાબિટીઝથી બચાવી શકે છે હેલ્ધી નાસ્તો

શુક્રવાર, 5 સપ્ટેમ્બર 2014 (13:52 IST)
જો તમે તમારુ બાળક નાસ્તો નથી કરતુ તો તેની આ આદત પર લગામ લગાવો. કારણ કે તાજેતરની શોધમાં આ ખુલાસો થયો છે કે નિયમિત રૂપે હેલ્ધી નાસ્તો કરનારા બાળકોમાં ટાઈપ 2 ડાયાબીટિસ થવાનુ જોખમ ઓછુ થી શકે છે. 
 
ર્બિટનના સેંટ જોર્જ યુનિવર્સિટી ઓફ લંડનમાં મુખ્ય શોધકર્તા એંજિલા દોનિને કહ્યુ કે શોધ દરમિયાન સામે આવ્યુ કે નિયમિત રૂપે નાસ્તો અને ખાસ કરીને તેમા ઉચ્ચ ફાયબર યુક્ત અનાજ બાળકોમાં ટાઈપ 2 ડાયાબીટિશના પ્રારંભિક જોખમથી સુરક્ષા પ્રદાન કરે છે. બ્રિટનમાં 9-10 વર્ષના 4,116 બાળકો પર અભ્યાસ કરવામાં આવ્યો. 
 
શોધ દરમિયાન આ વાત પર ધ્યાન આપવામાં આવ્યુ કે નાસ્તો ક્યારે કરે છે અને તેમા શુ લે છે. ત્યારબાદ ડાયાબિટીશ માટે બાળકોના રક્તના નમૂનાની તપાસ કરવામાં આવી. આ દરમિયાન નાસ્તો ન કરનારા 26 ટકા બાળકોમાં આગળ જઈને ટાઈપ 2 ડાયાબીટિશ થવાનુ સંકટ સામે આવ્યુ. 

વેબદુનિયા પર વાંચો