Health Tips - ખૂબ લાભકારી હોય છે શેરડીનો રસ... પણ પીતા સમયની આ નાનકડી ભૂલ તેને ઝેર ન બનાવી દે

સોમવાર, 8 મે 2017 (14:47 IST)
ગરમીમાં લોકો સૌથી વધુ પીણા પદાર્થોમાં શેરડીનો રસ પીવો પંસંદ કરે છે.  શેરડીનો રસ આરોગ્યના હિસાબથી ખૂબ જ ગુણકારી બતાવાયો છે. તેમા અનેક પ્રકાર્ના પોષક તત્વ જોવા મળે છે. જેવા કે કેલ્શિયમ, પોટેશિયમ, આયરન, મેગ્નેશિયમ અને ફોસ્ફફરસ. તેનાથી શરીરના હાડકા મજબૂત થાય છે.  
 
પણ તમે આંખ બંધ કરીને તેને પી નથી શકતા. તેનુ સેવન તમારા આરોગ્યને પણ બગાડી શકે છે.  જેનાથી શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ જન્મ લે છે.  તેથી સારુ થશે કે સમય રહેતા જ ચેતી જાવ અને જાણી લો તેના નુકશાન ... 
 
1. શેરડીનો રસ ક્યારેય પણ સાદુ ન પીવો. તેમા ચપટી મીઠુ મિક્સ કરો. કારણ કે સાદો રસ પીવાથી ગળામાં ખરાશ થઈ શકે છે. 
2. શેરડીનો રસ બરફ વગર જ પીવો કારણ કે દુકાનો પર મળનારા આ રસમાં અનેક દિવસોની બરફનો ઉપયોગ પણ થાય છે. તેથી જો બરફ ગંદા પાણીથી બનેલી હશે તો ડિહાઈડ્રેશનની સમસ્યા પણ થઈ શકે છે. 
3. મોડા સુધી મુકેલો શેરડીનો રસ ન પીવો.  શરડીનો રસ હંમેશા તાજો અને તમારી સામે બનાવડાવીને જ પીવો. નહી તો ગળામાં ટોક્સિન્સ થઈ શકે છે.  જેનાથી તમને ઈનડાયજેશન થઈ શકે છે. 
4. ડાયાબિટીસના દર્દીઓએ શેરડીના રસથી પરેજ કરવુ જોઈએ. કારણ કે તેમા શુગરની માત્રા વધુ હોય છે. 
5. જો શેરડીનો રસ હંમેશા સાફ-સફાઈવાળા સ્થાન પરથી જ પીવો.  કારણ કે ગંદા સ્થાન પર પીવાથી તમને કમળાનો રોગ થઈ શકે છે. 
 

વેબદુનિયા પર વાંચો