Health Tips - વજન ઘટાડવુ છે તો આજથી જ આ રીતે લીંબૂ પાણી પીવુ શરૂ કરી દો

સોમવાર, 17 એપ્રિલ 2017 (15:10 IST)
ગરમીમાં મોટાભાગના લોકો લીંબૂ પાણી પીવે છે. લીંબૂ પાણી ગરમીથી રાહત અપાવે છે. લીંબૂ આરોગ્ય માટે અનેક રીતે લાભકારી હોય છે. તેમા વિટામિન્સ અને મિનરલ્સ પુષ્કળ માત્રામાં જોવા મળે છે. આ ઉપરાંત આ વજન ઓછુ કરવામાં મદદરૂપ છે. જાડાપણાથી પરેશાન લોકો અનેક પ્રકારના ઉપાય અપનાવે છે પણ તમે એક સહેલો ઉપાય કરીને વજન ઓછુ કરી શકો છો.  જી હા રોજ લીંબૂ પાણીનું સેવન કરવાથી વજન ઓછુ થાય છે. આજે અમે તમને જણાવી રહ્યા છે કે તમે કેવી રીતે લીંબૂ પાણીથી વજન ઓછુ કરી શકો છો. 
 
આ રીતે બનાવો લીંબૂ પાણી 
 
લોકો મોટાભાગે પાણીમાં ખાંડ લીંબૂ અને મીઠુ નાખીને પીવે છે. પણ જો તેમ વજન ઓછુ કરવા માંગો છો તો ગરમ પાણીમાં ફક્ત લીંબૂનો રસ મિક્સ કરીને પીવો. સવારે ખાલી પેટ આનુ સેવન કરો. થોડાક જ દિવસોમાં તમને તેની અસર દેખાવવા માંડશે. 
 
ફાયદા 
 
- ખાંડ વગરનુ લીંબૂ પાણી બિલકુલ કેલોરી ફ્રી હોય છે. જેનાથી વજન કંટ્રોલમાં રહે છે. તેને પીવાથી ભૂખ પણ ઓછી લાગે છે. 
- લીંબૂમાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. જેનાથી શરીરનુ મૈટાબોલિજ્મ વધે છે. તેનાથી વજન ઓછુ થાય છે. 
- લીંબૂનો રસ શ્વાસની દુર્ગંધ અને મોઢામાં રહેલ બેક્ટેરિયાને પણ ખતમ કરે છે. 
- લીબૂ પાણી પીવાથી શરદી-તાવની તકલીફથી છુટકારો મળે છે. તેનાથી ઈમ્યૂન સારી રહે છે. 
- તેમા ઓક્સીકરણ રોધી તત્વ હોય છે જે કેંસર કોશિકાઓને શરીરમાં પૈદા થવા દેતી નથી. 
 

વેબદુનિયા પર વાંચો