Health tips - શાકાહારી ભોજનમાં રોગો સામે લડવાની ક્ષમતા હોય છે આવો જાણીએ શાકાહારી ભોજનના ફાયદા

માંસાહારીઓને જે તત્વ માંસાહારમાંથી મળે છે તે જ રીતે શાકાહારી ભોજનમાં પણ તે તમામ તત્વો હાજર હોય છે. શાકાહારી ભોજનમાં પણ એટલાં જ પોષકતત્વો હોય છે જેટલાં માંસાહારીમાં. શાકાહારી ભોજનમાં રોગો સામે લડવાની ક્ષમતા હોય છે. માંસમાંથી મળનારા તત્વોને કારણે માંસાહારનું પાચન જલ્દી નથી કરી શકાતું, જ્યારે શાકાહારી ભોજનને જલ્દી પચાવી શકાય છે. આવો જાણીએ શાકાહારી ભોજનના ફાયદા વિષે...

- શાકાહાર ભોજન ભોજનને જલ્દી પચવામાં મદદ કરે છે. સાથે તે મગજને સચેત રાખી તેને બુદ્ધિમાન બનાવે છે.

- શાકભાજીઓમાં ઘણાં આવશ્યક તત્વો જેવા કે વિટામિન, એન્ટી ઓક્સીડેન્ટ, એમીનો એસિડ વગેરે રહેલા હોય છે જેનાથી અનેક ઘાતક બીમારીઓથી બચી શકાય છે.

- શાકાહારી ભોજનમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને ચરબીયુક્ત પદાર્થો રહેલા હોય છે જે સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક હોય છે.
 
- શાકાહારી ભોજનમાં ફાઇબર પણ પૂરતી માત્રામાં રહેલા હોય છે.

- શાકાહારી ભોજનમાં શરીરની જરૂરિયાતના હિસાબે કેલરી અને વિટામિન મળી રહે છે.
- શાકાહારી ભોજન વિવિધ પ્રકારના રોગો સામે વ્યક્તિને બચાવે છે.
- શુદ્ધ શાકાહારી ભોજન કરનારી વ્યક્તિઓને હૃદય સંબંધી રોગ થવાની સંભાવના ઓછી હોય છે.

- શાકાહારીઓમાં હાઇ બ્લડપ્રેશર જેવી સમસ્યાઓ ઓછી જોવા મળે છે.
- શાકાહારનું સેવન કરનારી વ્યક્તિઓમાં અનેક પ્રકારના કેન્સરના રોગો જેવા કે ફેફસા કેન્સર, આંતરડા કેન્સર વગેરેની સંભાવનાઓ ઓછી હોય છે.
- સંશોધનોમાં એ વાત સાબિત થઇ ચૂકી છે કે શાકાહારનું સેવન કરનારી વ્યક્તિઓમાં સ્તન કેન્સરનું જોખમ પણ ઓછું રહે છે.

- કિડનીની સમસ્યા કે તેનાથી થતાં રોગોમાં પણ શાકાહીરી ભોજન લાભદાયક હોય છે.
- શાકાહાર લેનારી વ્યક્તિઓના જીવનકાળની સંભાવના વધી જાય છે.
- શાકાહાર ભોજન કરનારી વ્યક્તિ ડિપ્રેશનમાં ઓછી રહે છે અને તાજગીનો અનુભવ કરે છે.

વેબદુનિયા પર વાંચો