પીપળના પાંદડા આરોગ્ય માટે લાભકારી હોય છે, જાણો એના લાભ વિશે ...

મંગળવાર, 16 જૂન 2015 (13:12 IST)
પીપળના તાજા લીલા પાંદડા કરે લોહી સાફ કરે છે 

હ્રદય સંબંધી રોગ: એના ત્રણ તાજા પાંદડાના આગળ- પાછળના ખૂણાને તોડીને રોજ સવારે ખાલી પેટ ચાવવાથી લોહી સાફ થાય છે. આ ધમનિયોમાં રહેલા કોલેસ્ટ્રોલને દૂર કરી આક્સીજનનો સંચાર કરે છે. 
 
તાવ-  પીપળના ત્રણ તાજા પાંદડા એક ગ્લાસ પાણીમાં ઉકાળો ,પાણી જ્યારે અડધુ  રહી જાય ત્યારે ઉતારી લો.  પાણી હૂંફાળું રહે ત્યારે જ પી લો.  ખૂબ જ વધુ તાવમાં આવું 2-3 વાર કરવાથી લાભ થાય છે. 
 
ખંજવાળ - પીપળના થોડા પાનને ઘસીને દિવસમાં  3-4 વાર ખંજવાળ કે કીટ કાતરતાની જ્ગ્યાએ લગાવવાથી આરામ મળે છે. 
 
ધ્યાન રાખો આ વાતો 
 
પીપળના ઉપયોગમાં લેવાના એક કલાક પહેલા કઈ ન ખાવું . એની તાસીર ગરમ હોય છે આથી એનો  પ્રયોગ કર્યા પછી જંક ફૂડ, તળેલી શેકેલી મસાલાવાળી વસ્તુઓ ન ખાવી. સ્વચ્છ પીપળના પાંદડાથી બનેલી પતરાવડી પર  ભોજન મુકીને  ખાવાથી શરીરને આકસીજન અને એંટીઓક્સીડેંટ મળે છે.   
 
  

વેબદુનિયા પર વાંચો