રોજ મેવાનુ સેવન કરવાથી સેક્સ લાઈફ સારી થવા ઉપરાંત મગજ પણ તેજ થાય છે. આ સૂકા મેવામાં પ્રોટીન કૈલોરી અને કાર્બોહાઈડ્રેટ સહિત અનેક બીજા પોષક તત્વ હોય છે. તેના સેવનથી વજન ઘટાડવામાં મદદ મળે છે. એટલુ જ નહી આ હ્રદયરોગ, ડાયાબીટિઝ અને હાઈ બીપીના સંકટોથી પણ બચાવે છે.
બદામ - બદામમાં વિટામિન ઈ, મૈગનેશિયમ અને કેલ્શિયમ સારા પ્રમાણમાં રહે છે. બદામ હાઈબીપીને ઓછુ કરવામાં અને હાડકાને મજબૂત કરવામાં કારગર સાબિત થાય છે. અમેરિકામાં થયેલ એક અભ્યાસ મુજબ રોજ 42 ગ્રામ બદામનુ સેવન કરવાથી બ્રેડ કોલેસ્ટ્રોલ ઓછુ થાય છે. જેના કારણે હ્રદયરોગ અને હાઈ બીપી કંટ્રોલ થાય છે.
કાજુ - કાજુની સેવન કરવાથી શરીરને કોપરની સારી માત્રા મળે છે. કૉપર તંત્રિક તંત્ર, હાડકા અને પ્રતિરક્ષા પ્રણાલીને મજબૂત કરવામાં મદદ કરે છે. રોજ 28 ગ્રામ કાજૂનુ સેવન કરવાથી પિત્તની પથરીના સંકટથી બચી શકાય છે.