કાળા મરી અનેક રોગોની દવા છે

બુધવાર, 10 સપ્ટેમ્બર 2014 (14:57 IST)
ઘરમાં મસાલાના રૂપે કામમાં આવતી કાળી મરી ઘણા રોગોની દવા છે. ભોજનની સાથે-સાથે ગળાની ખરાશ દૂર કરવા એને ચામાં પણ નાખી શકાય છે.ઉપરાંત સલાદમાં પણ કાળા મરીનો પાવડર નાખવાની સલાદ સ્વાદિષ્ટ બને  છે. 
 
આવો જાણીએ કાળા મરીના કેટલાક ફાયદા. 
 
પાચનમાં મદદરૂપ 
 
કાળી મરી પાચન ક્રિયાને દુરૂસ્ત બનાવે છે. આથી પેટના દુ:ખાવા ,કબજીયાત,  ગેસની સમસ્યાનો હલ થાય છે. એક કપ પાણીમાં લીંબૂનો રસ અને અડધી ચમચી કાળી મરી અને સંચળ ીનાખીને પીવાથી ાગેસથી રાહત મળે છે.
 
આંખોની રોશની 
 
અડધી ચમચી કાળી મરી પાવડરને ઘી સાથે મિક્સ કરી સેવન કરો. આના નિયમિત સેવનથી આંખોની રોશનીેનું  તેજ વધે છે. 
 
ખાંસી અને શરદી 
 
ખાંસી શરદી વાઈરલ ઈંફેકશન થતાં કાળી મરીની ચા બનાવી પીવો. કાળી મરીની ચા પીવાથી આ બધાથી રાહત મળે છે. 
 
સ્કીન માટે ફાયદામંદ 
 
કાળી મરી વાટીને ઘીમાં મિક્સ કરી પછી લેપ લગાવવાથી દાદ- ખાજ ફોલ્લી વગેરેથી રાહત મળે છે. 
 
ઉબકા અને ઉલ્ટી 
 
લીંબૂ પર કાળી મરી પાવડર અને સિંધાલૂણ લગાવી ચૂસવાથી ઉબકા અને ઉલ્ટીથી રાહત મળે છે. 
 
ફેફસાં સંબંધી રોગો 
 
કાળી મરીને ઘી અને સાકર  સાથે મિક્સ કરો ,પછી આ મિશ્રણને સવાર સાંજ સેવન કરો. આનાથી ફેફસાં અને શ્વાસ સંબંધી રોગોથી રાહત મળે છે. 

વેબદુનિયા પર વાંચો