Dengu ના તાવમાં બકરીનુ દૂધ વધારે છે પ્લેટલેટ્સ ? ઉપાય અજમાવતા પહેલા જાણી લો
શુક્રવાર, 4 ઑક્ટોબર 2024 (11:29 IST)
આ વર્ષે વધુ વરસાદને કારણે આખા દેશમાં ડેંગૂના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. દિલ્હી, પુણે, મહારાષ્ટ્ર અને હવે ગુજરાતમાંથી પણ આ મામલે રિપોર્ટ કરવામાં આવી રહી છે. ડેંગૂથી ગુજરાતમાં એકનુ મોત થઈ ચુક્યુ છે. ડેંગૂનો તાવ જ્યારે ખૂબ જીવલેણ થઈ જાય છે ત્યારે તેમા વ્યક્તિના પ્લેટલેટ્સ કાઉંટ ઝડપથી ઓછા થઈ જાય છે. એક સામાન્ય શરીરમાં લોહીમાં 1,50,000 થી 4,50,000 પ્લેટલેટ્સ પ્રતિ માઈક્રોલીટર હોય છે. પણ તાવમાં આ પ્લેટલેટ્સ 5000 પ્રતિ માઈક્રોલીટર સુધી પહોચી જાય છે. જેમા દર્દીનો જીવ જઈ શકે છે. તેથી અનેકવાર તેને વધારવા માટે દર્દીને લોહીની જેમ પ્લેટલેટ્સ ચઢાવવી પડે છે.
શુ હોય છે પ્લેટલેટ્સ
પ્લેટલેટ્સ આપણા લોહીમા રહેલી સૌથી નાની કોશિકાઓ હોય છે. જેને આપણે ફક્ત માઈક્રોસ્કોપની મદદથી જ જોઈ શકીએ છીએ. આ વ્હાઈટ કલરની રંગહીન કોશિકાઓ હોય છે જેનો કોઈ રંગ નથી હોતો. આ આપણા શરીરમાં બ્લીડિંગને રોકવામાં મદદ કરે છે. મેડિકલ ટર્મમાં તેને થ્રોમ્બોસાઈટ્સ કહે છે. પ્લેટલેટ્સની જ મદદથી શરીરમા રક્તસ્ત્રાવ થતો નથી. તેથી તેને સામાન્ય રાખવુ ખૂબ જરૂરી હોય છે. નહી તો બ્લડ લોસ થવાનો ખતરો વધી જાય છે. જેનાથી દર્દીનો જીવનો ખતરો થઈ જાય છે. આ જ કારણ છે કે ડેંગૂના દર્દીની પ્લેટલેટ્સને મૉનીટર કરવા માટે વારેઘડીએ બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે.
બકરીનુ દૂધ વધારે છે પ્લેટલેટ્સ ?
વિશેષજ્ઞોનુ કહેવુ છે કે દર્દીની પ્લેટલેટ્સને વધારવા માટે વિટામિન બી 12, વિઆમીન સી, ફોલેટ અને આયરનથી ભરપૂર ખોરાક ખાવો જોઈએ પણ ઘણા લોકો માને છે કે બકરીનુ દૂધ પીવાથી પ્લેટલેટ્સ કાઉંટ વધારી શકાય છે. પણ એમ્સના પ્રોફેસર નીરજ નિશ્ચલ મુજબ બકરીના દૂધથી પ્લેટલેટ્સ કાઉંટ વધારવાનો કોઈ સીધો સંબંધ નથી. કારણ કે મેડિકલ સાયંસમાં પણ આ વાતનુ કોઈ પ્રુફ નથી કે બકરીના દૂધથી પ્લેટલેટ્સ કાઉંટ્સ વધે છે. લોકો સાંભળેલી વાતો પર વિશ્વાસ કરી આ પ્રકારના ઉપાયો કરે છે. પણ આ દરમિયાન ડોક્ટરની સલાહ વગર કોઈપણ ટ્રીટમેંટ ખુદ પર કરવો એ હાનિકારક સાબિત થઈ શકે છે.
પ્લેટલેટ્સ વધારવાના ઉપાય
- દર્દીના પ્લેટલેટ્સ કાઉંટ વધારવા માટે ફળોનુ સેવન કરો જેવા કે પપૈયુ, દાડમ, કીવી, બીટ, કેળા, પાલકનો સમાવેશ હોય.
- સાથે જ દર્દીને વિટામિન બી12, વિટામિન સી, ફોલેટ અને આયરનથી ભરપૂર ખોરાક ખવડાવો.
- આ સમયે દર્દીને વધુથી વધુ લિકવિડ ડાયેટ આપો જેમા લીંબૂ પાણી, નારિયળ પાણી, છાશ વગેરેને સામેલ કરી શકો છો.
- આ સમય દર્દીને વધુથી વધુ લિકવિડ ડાયેટ આપો જેમા લીંબૂ પાણી, નારિયળ પાણી, છાશ વગેરેનો સમાવેશ કરી શકો છો.