Hiccups treatment- હેડકી રોકવા માટે તમે આ ટિપ્સ અને ટ્રિક્સ પણ અપનાવી શકો છો
મંગળવાર, 1 ફેબ્રુઆરી 2022 (00:04 IST)
તમને હેડકી કે એડકી આવશે તો ઘરમાંથી કોઇ તુરંત બોલી ઉઠશે, 'કોઇએ યાદ કર્યા'! આવા સમયે તમને એવું કહેવામાં આવશે કે વિચારો કોણ યાદ કરે છે. તમે કોઇ એક નામ વિચારશો ત્યાંસુધીમાં લગભગ એડકી રોકાઇ ગઇ હશે. આ વાત કેટલી સાચી છે કેટલી ખોટી છે તે તો ખબર નહીં, પણ હા, આમ કરવાથી પીડિતનું ધ્યાન અચૂક ડાયવર્ટ થઇ જાય છે. પારંપરિક ઉપાય તરીકે આ એક સારો ઉપાય છે. પણ સારું એ જ રહેશે કે એડકી કે હેડકી આવવા પાછળના વિજ્ઞાનને સમજવામાં આવે અને તેને અનુકૂળ ઉપાય કરવામાં આવે.
આપણે નિરંતર શ્વાસ લેતા રહીએ છીએ અને ફેફસામાં હવા જાય છે અને ત્યાંથી આવતી રહે છે. આ ક્રિયાની સાથે એ પરદો પણ હલે છે જે છાતી અને પેટની વચ્ચે હોય છે. પણ ક્યારેક-ક્યારેક આ પ્રવાહની લયમાં ગરબડ સર્જાઇ જાય છે જેનાથી ડાયફ્રોમ કંપવા લાગે છે અને એડકી આવે છે.
આ કંપનને કાબુમાં લેવા માટે હવાનો પ્રવાહ સહજ બનાવવાના અનેક ઉપાયો છે. જેમ કે ઠંડું પાણી પીવું(સાત ઘૂંટડા પાણી પીશો તો એડકી મટી જશે, યાદ છે આ ઘરેલું ઉપાય?), ખાંડ ખાવી, કેટલીક સેકંડ માટે શ્વાસ રોકી દેવો, બરફનો ભૂક્કો ગળી જવો, કોઇ થેલી ફુલાવી વગેરે.
આમાંની કોઇ પણ એક વિધિ કરવાથી એડકીમાં આરામ મળશે. કદાચ તમારામાંથી કોઇએ જાણતા-અજાણતા આ ક્રિયા કરી પણ હશે અને એડકીમાં રાહત મળી હશે. ઉતાવળે ભોજન ગળી જવાથી, દારૂ પીવાથી, વધારે મરચાવાળું ખાવાથી વગેરેથી એડકી આવી શકે છે. પણ જો એડકી કોઇ સામાન્ય ઉપાયથી રોકાય નહીં તો ડૉક્ટરનો મત પૂછી લેવો.
હિચકી જ્યારે આવે છે ત્યારે થોડીવાર સુધી રોકાવવાનુ નામ લેતી નથી. હિચકી આવવાના અનેક કારણો હોઈ શકે છે. જેવુ કે ગરમ ખાધા પછી એકદમ ઠંડુ ખાવુ કે વધુ
મરચાવાળુ ખાવાઅથી પણ આ પરેશાની થઈ શકે છે. આજે અમે તમને તરત હિચકી રોકવાના કેટલાક ઘરેલુ ઉપાય વિશે બતાવી રહ્યા છે. જેનાથી આ સમસ્યા ઠીક થઈ જશે.
1. ઠંડુ પાણી - હેડકી આવતા 1 ગ્લાસ ઠંડુ પાણી પીવાથી ઠીક થઈ જાય છે. કેટલાક લોકોનુ માનવુ છે કે પાણી પીતી વખતે નાક બંધ કરી લેવુ જોઈએ.
2. હેડકી આવતા તરત 1 ચમચી મધ ખાવાથી આરામ મળે છે. આ અચૂક ઉપાય છે.
3. પીનટ બટર - પીનટ બટર ખાવાથી પણ રાહત મળે છે. તેને ખાવાથી શ્વાસ લેવાની ક્રિયા પ્રભાવિત થાય છે જે હેડકીને રોકવામાં મદદરૂપ છે.
4. ઘૂંટણને છાતી સુધી લગાવો - હેડકી ન રોકાતા પગનો ભાર બેસીને ઘૂંટણને છાતી સુધી લગાવો. તેનાથી માંસપેશીઓની સંકોચાવવુ દૂર થાય છે.
5. લીંબૂ - આલ્કોહોલને કારણે હેડકી આવી રહી છે તો એ માટે લીંબૂ અસરદાર ઉપાય છે. લીંબૂને ચોથા ભાગમાં કાપીને મોઢામાં નાખી દો. તેને ધીરે ધીર ચાવતા રહો. હેડકી ઠીક થઈ જશે.
6. આઈસ બેગ - હેડકીને રોકવા માટે ગરદન પર આઈસ બેગ મુકો તેનાથી રાહત મળશે.
7. હેળકી આવતા તુલસી અને ખાંડ ખાઈને પાણી પીવી લેવું.