ફેફસા સંબંધિત બિમારીવાળાએ લસણ ખાવું જોઇએ

ગુરુવાર, 26 ફેબ્રુઆરી 2015 (15:33 IST)
ખોરાક રાંધતી વખતે લસણ વાપરવાથી પ્રાણઘાતક બેકટેરીયલ ઈન્‍ફેકશનમાં પણ ફાયદો થાય છે એવુ આયુર્વેદના શાસ્‍ત્રમાં તો કહેવાયુ છે જ, પણ હવે મોડર્ન મેડિસિનના સંશોધકોએ પણ એને સમર્થન આપ્‍યુ છે. બ્રિટનની યુનિવર્સિટી ઓફ એડિનબર્ગના રિસર્ચરોએ નોંધ્‍યુ છે કે, લસણમાં આવેલુ એલિસિન નામનું કેમીકલ એન્‍ટિ-બેકટેરિયલ, એન્‍ટી-ફંગલ અને એન્‍ટી-વાઈરલ છે અને અત્‍યંત સૂક્ષ્મ અને સ્‍ટ્રોંગ પ્રજીવકોનો નાશ કરી શકે છે. રિસર્ચરોએ ફેફસાનું ઈન્‍ફેકશન પેદા કરતા બીસીસી (બર્કોલ્‍ડેરિયા કેપેસિયા કોમ્‍પ્‍લેકસ) તરીકે જાણીતા ખતરનાક બેકટેરીયા પર પણ લસણનું આ કેમીકલ ખૂબ અસરકારક હોવાનું નોંધ્‍યુ છે. એલિસિન કેમીકલ આ બેકટેરીયાની અંદર જઈને ખાસ એન્‍ઝાઈમ પેદા કરીને એનો ખાતમો બોલાવી દે છે. એટલે જ ફેફસામાં ચેપ ધરાવતા દર્દીઓ ખોરાકમાં લસણ ખાય તેમ જ એલિસિન ધરાવતા સપ્‍લિમેન્‍ટસ લે તો તેમની રીકવરી ઝડપી બની જાય છે.

વેબદુનિયા પર વાંચો