ભાગદોડના જીવનમાં લોકો પોતાના ખાન પાન પર ધ્યાન આપતા નથી. જેને કારણે તેમને કોઈને કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે. આજકાલ જાડાપણાની સમસ્યા સામાન્ય જોવા મળે છે. વજન વધવાના અનેક કારણો હોઈ શકે છે. જેવા કે ખોટુ ખાન પાન અપૂરતી ઊંઘ બીમારી કે દવા. જાડાપણાથી પરેશાન કેટલાક લોકો ડાયેટિંગ પણ કરે છે. જેનાથી અનેકવાર તેમના આરોગ્ય પર ખરાબ પ્રભાવ પડે છે. વજન ઓછુ કરવા માટે સૌથી જરૂરી છે એક્સરસાઈઝ અને યોગ્ય ડાયેટ. જો તમે પણ તમારુ વજન ઓછુ કરવા માંગે છે તો રૂટીન લાઈફમાં એક્સરસાઈઝને સામેલ કરો. જો ઋતુના હિસાબથી એક્સરસાઈઝ કરવામાં આવે તો લાભકારી સાબિત થાય છે. ગરમીની ઋતુમાં એક્સરસાઈઝ કરવી થોડી મુશ્કેલ હોય છે. આવામાં એક્સરસાઈઝ કરતી વખતે કેટલીક સાવધાની રાખો.
- સાઈડ પ્લૈંક (Side Plank)
પ્લૈંક એક્સરસાઈઝથી કમરની આસપાસની ચરબી ઓછી કરી શકાય છે. જેમા શરીરને એક પડખે મુકવામાં આવે છે અને એક હાથના સહારે શરીરને ઉભુ કરવુ પડે છે. શરીરને હાથ અને બંને પગના સહારે ટકાવી કેટલીક સેંકડ સુધી રાખો. તમારા પેટ અને જાંધને ઉપર તરફ ઉઠાવો. ફૈટ ઓછુ થવાની સાથે સાથે તેમા માંસપેશીયો પણ મજબૂત થાય છે.
- બોટ સ્ટાઈલ એક્સરસાઈઝ - વોટ એક્સરસાઈઝમાં શરીરને નૌકાના આકારમાં સ્ટ્રેચ કરવાનુ હોય છે. આ માટે સૌ પહેલા જમીન પર બેસી જાવ અને તમારા બંને પગને સીધા રાખો. હવે બંને હાથને ઉપર ઉઠાવતા શ્વાસ ખેંચો અને નમતા બંને પગને હાથથી અડો. કોશિશ કરો કે ખભા વડે ઘૂંટણ અડી શકો. રોજ આ એક્સરસાઈઝને કરો. તેનાથી પેટની ચરબી ઓછી થશે.