ડેંગૂ અને ચિકનગુનિયાના દર્દીઓ માટે લાભદાયક કોળુ

સોમવાર, 6 નવેમ્બર 2017 (15:56 IST)
ડેંગૂ અને ચિકનગુનિયાની ચપેટમાં આવેલા દર્દીઓના આરોગ્યને તંદુરસ્ત કરવામાં કોળુ  લાભકારી સાબિત થાય છે. આયુર્વૈદિક ચિકિત્સક મુજબ ડેંગૂમાં પ્લેટલેટ ઓછી થવાની સમસ્યા થાય છે. 
 
કોળામાં રહેલ વિટામિન એ ની ભરપૂર માત્રા પ્લેટલેટ વધારવામાં સક્ષમ  હોય છે. બીજી બાજુ કોળુ શરીરની કોશિકાઓમાં પ્રોટીન તત્વોના વિનિયમનમાં પણ મદદ કરે છે. જેનાથી પ્લેટલેટ્સની સંખ્યા વધી જાય છે. 
 
ડોક્ટર મુજબ ડેંગૂથી પીડિત દર્દીને કોળુ, ગળો, પપૈયાના પાન અને ઘઉંના ઘાસ ઉપરાંત સંતરા, કિવી, લીંબુ, બ્રોકલી, બીટ અને તલના તેલનુ સેવન કરવાથી ઘણી રાહત મળે છે. 
 
વિટામીન સી પ્લેટલેટ ફ્રી રેડિકલ ડેમેજ થવાથી રક્ષા કરે છે. જ્યારે કે બીટમાં એંટી ઓક્સીડેંટના ગુણ જોવા મળે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર