એક્સરસાઈજ કરવાથી શરીર ફિટ રહે છે પણ એક નવા અભ્યાસમાં તેને કોરોનાની લડતમા ફાયદાકારી જણાવ્યુ છે. આ સ્ટડી સ્કૉટલેંડના ગ્લાસગોએ કરી છે. દુનિયાની પ્રથમ એવી મોટી સ્ટડી છે. જે એકસરસાઈજ અને Covid -19 ઈમ્યુનિટીને જોડીને કરી છે. આ અભ્યાસના મુજબ એક દિવસમા 30 મિનિટ, અઠવાડિયામાં 5 દિવસ કે 150 મિનિટ સુધી એક્સરસાઈજ કરવાથી શ્વાસની મુશ્કેલી થતી નથી. સ્ટડીમાં વૉક, રનિંગ, સાઈકલિંગ અને માંસપેશીઓને મજબૂત બનાવનારી એક્સરસાઈજ કરવાની સલાહ આપી છે.