દોરડા કૂદવાથી બાળકોનુ કદ લાંબુ થાય છે અને શરીર પણ ફિટ રહે છે. જાડાપણુ દૂર કરવા અને શરીરને ફિટ રાખવા માટે આ ખૂબ લાભકારી છે. આજકાલના બિઝી શેડ્યૂલમાં ઘણા લોકો પાસે વ્યાયામ માટે કે જીમ જવા માટે સમય નથી હોતો. સ્કીપિંગ રોલથી ઘરમાં રહીને પણ શરીરને સ્વસ્થ રાખી શકાય છે. દિવસમાં ફક્ત અડધો કલાક પણ દોરડા દૂકવા આરોગ્ય માટે લાભકારી હોય છે. આનાથી મહેનત વગર શરીર પરની ફાલતૂ ચરબી દૂર કરી શકાય છે. મહિલાઓ પણ દોરડાં કૂદીને ઘરમાં રહીને જ પોતાનુ શરીર ફિટ રાખી શકે છે. તેનાથી ફક્ત જાડાપણું જ નહી આરોગ્યના પણ ખૂબ ફાયદા થાય છે.
- દિલ માટે લાભકારી - દોરડા કૂદવાથી દિલની ધડકન ઝડપી થઈ જાય છે જેનાથી દિલ ઝડપથી કામ કરવા માંડે છે. તેનાથી લોહીનો પ્રવાહ પણ યોગ્ય રીતે આખા શરીરમાં પહોંચે છે. દોરડા કૂદવાથી શરીરનો સ્ટેમિના વધી જાય છે અને વ્યક્તિના કામ કરવાની શક્તિ વધે છે. કેટલાક લોકોને શ્વાસની તકલીફ થાય છે. દોરડા કૂદવાથી આ સમસ્યાથી પણ છુટકારો મળે છે.