રસોડામાં રહેલો મસાલો જીરું આપણા શરીરની ઘણી નાની-મોટી બીમારીઓને સરળતાથી દૂર કરી શકે છે. જીરું એન્ટીઑકિસડન્ટ અને ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર છે. માત્ર જીરું જ નહીં, શેકેલું જીરું પણ આપણા શરીર માટે ઘણી રીતે ફાયદાકારક છે. ઝીંક, કોપર, આયર્ન, કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન સી, વિટામિન કે, વિટામિન બી અને વિટામિન ઇ જેવા ઘણા પોષક તત્વો શેકેલા જીરામાં મળી આવે છે. આ વિટામિન્સની કમીને કારણે તમે ક્યારેક ઘણી ગંભીર સમસ્યાઓનો ભોગ બની જાઓ છો. પેટની સમસ્યા, ત્વચાની સમસ્યા જેવી સમસ્યાઓમાં શેકેલા જીરાનો ઉપયોગ અને સેવન કરવામાં આવે છે. ચાલો આજે અમે તમને જણાવીશુ કે તમે શેકેલા જીરાનું સેવન કરીને કઈ બીમારીઓમાં દૂર કરી શકો છો.
વાળ ખરવા થશે બંધ
આજકાલ વાળ ખરવા ખૂબ જ સામાન્ય વાત બની ગઈ છે. શેકેલું જીરું ખાવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે. નાળિયેર અથવા બદામનું તેલ ગરમ કરો, તેમાં શેકેલું જીરું મિક્સ કરો અને તેને ઉકાળો. તેલનો રંગ બદલાયા બાદ તેને ગાળીને ઠંડુ કરો. શેકેલા જીરાનું તેલ માથામાં લગાવવાથી વાળ જાડા, મજબૂત અને કાળા થશે. જે લોકોને ડેન્ડ્રફની ફરિયાદ હોય તેમણે પણ આ સમસ્યાને દૂર કરવા માટે શેકેલા જીરાનો ઉપયોગ કરવો જોઈએ.
પેટની સમસ્યા કરે છે દૂર
શેકેલા જીરાની તાસીર ઠંડી હોય છે તેમજ તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે માનવ પાચનતંત્રને મજબૂત બનાવે છે. જો તમને પેટમાં દુખાવો, ખેંચાવ, એસિડિટી અને ગેસની ફરિયાદ હોય તો શેકેલું જીરું ખાવ. ડિહાઈડ્રેશનથી બચવા પણ શેકેલા જીરાનું સેવન કરી શકાય છે.