કાળી મરી ખાવાના આ 5 ફાયદા નહી જાણતા હશો તમે

રવિવાર, 22 ઑક્ટોબર 2017 (10:06 IST)
કાળી મરીમાં ઔષધીય ગુણ ખૂબજ ભરપૂર માત્રામાં હોય છે. તેનો પ્રયોગ સલાડ, કાપેલા ફળ કે દાળશાક પર ભભરાવીને પ્રયોગ કરાય છે. સાથે જ તેનો પ્રયોગ ઘરેલૂ સારવારમાં પણ ઉપયોગ કરાય છે. 
1. જો તમારા શરીર પર કયાંક ફોડલીઓ થઈ જાય તો કાળી મરીને પાણીની સાથે પત્થર પર ઘસી અનામિકા આંગળીથી માત્ર ફોળલીઓ પર લગાવવાથી ફોડલીઓ ઠીક થઈ જાય છે. 
 
2. કાળી મરીનો સેવનથી માથામાં કોઈ પણ પ્રકારનો દુખાવો ઠીક થઈ જાય છે. સાથે જ હેડકી ચાલવી પણ પૂરી રીતે બંદ થઈ જાય છે. શરદી થતા પર દૂધમાં કાળી મરી મિકસ કરી પીવાથી બહુ રાહત મળે છે. 
 
3. મધમાં વાટેલી કાળી મરી મિક્સ કરી દિવસમાં 3 વાર ચાટવાથી ખાંસી  કે ઉંઘરસ ઠીક થઈ જાય છે. વાટેલી કાળી મરીમાં ઘી મિક્સ કરી સવારે સાંજે નિયમિત ખાવાથી આંખોની રોશની વધે છે. 
 
4. તાવમાં કાળી મરી તુલસી અને ગિલોયનો ઉકાળો પીવાથી લાભ મળે છે. 4-5 દાણા કાળી મરીની સાથે 15 દાણા દ્રાક્ષ ચાવવાથી ખાંસીમાં ખૂબ મદદ મળે છે. 
 
5. કાળી મરી બધા પ્રકારના સંક્રમણમાં લાભ આપે છે. બવાસીરના દર્દીઓ માટે કાળી મરી બહુ ઉપયોગી છે. સાંધાના રોગમાં પણ કાળી મરી ખૂબ લાભકારી સિદ્ધ હોય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર