શરીર પર રગડવું Alcohol,મળશે ઘણા ફાયદા

રવિવાર, 7 મે 2017 (11:19 IST)
દારૂ પીવું આરોગ્ય માટે હાનિકારક છે પણ તેને શરીર પર રગડવાથી ઘણા ફાયદો હોય છે. ઘાને જલ્દી ભરવા માટે તેના પર Alcoholનો ઉપયોગ કરી શકો છો. તે સિવાય દારૂને બૉડી પર રગડવાથી ઘણા રોગોથી છુટકારો મેળવી શકાય છે. આવો જાણીએ કયાં રોગોમાં અલ્કોહલને શરીર પર રગડવું જોઈએ.
1. કાનમાં પાણી જવું 
નહાતા વખતે કે સ્વિમિંગ કરતા સમયે ઘણી વાર કાનમાં પાણી ચાલી જાય છે. જેનાથી કાનમાં ખંજવાળ અને ઈંફેકશન થઈ જાય છે. અને દુખાવા થવા લાગે છે. તે સમયે એલ્કોહલની ટીંપાને કાન પાસે રગડવું જોઈ જેનાથી કાનની અંદરનું પાણી સૂકી જશે. તે સિવાય એલ્કોહલમાં સિરકો મિક્સ કરીને પણ ઉપયોગ કરી શકો છો. 
 
2. લાલ નિશાન 
તાવ કે કોઈ બીજા કારણથી હોંઠ નાક નીચે ઠોડીની આસપાસ લાલ ચકતા થઈ જાય છે. જેનાથી બહુ દુખાવો થાય છે. તેના માટે ત્વચાના તે ભાગ પર એલ્કોહલ લગાવી લો અને 10 મિનિટ પછી પાણીથી ધોઈ લો. 2-3 વાત સતત આવું કરવાથી ફાયદો થશે. 
 
3. ઘા 
ઘણી વાર ઘા લાગવાની કારણે ઘૂંટણ કે કોણી પર હળવી ચોટ લાગી જાય છે જેના માટે ડાકટર પાસે જવું જરૂરી નહી હોય. તેમાં કાટન પર એલકોહલ લગાવીને ઘા પર લગાવો અને 10 મિનિટ માટે મૂકી દો. તેનાથી ઈંફેકશન નહી થશે અને ઘા પણ જલ્દી ભરાશે. 
 
4.માંસપેશીઓમાં દુખાવો
માંસપેશીઓમાં દુખાવો થતા દવા ખાવાની જગ્યા અલકોહલનો ઉપયોગ કરો. તેના માટે દુખાવાવાળી જગ્યા પર અલ્કોહલ રગડવું. 1 કલાક સુધી રહેવા દો. પછી તેને પાણીથી ધોઈલો . તેનાથી દુખાવો ઓછું થશે. 
 
5. ખરાબ નખ 
ઘણી વાર ઈંફેક્શનના કારણે હાથ કે પગ પર ફંગસની સમસ્યા થઈ જાય છે. તેથી નખનો રંગ સફેદ કે પીળો પડી જાય છે અને નખ કઠોર થઈ જાય છે. તેના માટે કાટન પર અલકોહલ નાખો અને તેને નખ પર લગાવો. અડધા કલાક કૉટનને નખ પર જ રહેવા દો. અને પછી ધોઈને સારી રીતે લૂંછી લો. તેનાથી ફંગસ ઈંફેક્શન ઠીક થઈ જશે. 

વેબદુનિયા પર વાંચો