આયુર્વેદ: આ વસ્તુઓનું એક સાથે ન કરો સેવન, પાચનશક્તિ પડી શકે છે નબળી

સોમવાર, 28 ડિસેમ્બર 2020 (16:42 IST)
ઘણા લોકોને આદત હોય છે કે તેઓ ખોરાકની સાથે ઘણી વસ્તુઓ તેમની થાળીમાં શામેલ કરે છે, પરંતુ આવું કરતા પહેલા તમારે જાણવું જોઈએ કે આયુર્વેદ પ્રમાણે કઈ વસ્તુઓને સાથે ખાવાની મનાઈ છે. આવો, જાણો કઈ વસ્તુઓને સાથે ન ખાવી જોઈએ-
 
દૂધ સાથે આ વસ્તુઓને ખાવી નુકસાનકારક છે
 
ઉડદની દાળ, પનીર, ઇંડા, માંસ - 
અડદની દાળ ખાધા પછી દૂધ ન પીવું જોઈએ. લીલી શાકભાજી અને મૂળા ખાધા પછી પણ દૂધ ન પીવું જોઈએ. ઇંડા, માંસ અને ચીઝ ખાધા પછી દૂધ પીવાનું ટાળવું જોઈએ. તેમને સાથે ખાવાથી પાચનમાં મુશ્કેલી થઈ શકે છે.
 
દહી સાથે ન ખાવી જોઈએ આ વસ્તુઓ 
 
ખાટા ફળ - તમારે ખાસ કરીને દહીં સાથે ખાટા ફળો ન ખાવા જોઈએ. ખરેખર, દહીં અને ફળોમાં અલગ અલગ એંજાઈમ હોય છે. આ કારણોસર, તેઓ પચતા નથી, તેથી બંનેને સાથે લેવાનું યોગ્ય નથી.
 
માછલી
દહીની તાસીર ઠંડી છે તેથી તેને  કંઈ પણ ગરમ વસ્તુ સાથે ન લેવી જોઈએ. . માછલીની તાસીર  ખૂબ જ ગરમ હોય છે, તેથી તેને દહીં સાથે ન ખાવું જોઈએ.
 
મઘ સાથે શુ ન ખાવુ 
 
મધને ક્યારેય ગરમ કરીને ન ખાવું જોઈએ. વધતા તાવમાં પણ મધનું સેવન ન કરવું જોઈએ. આનાથી શરીરમાં પિત્ત વધે છે. મધ અને માખણ ક્યારેય એકસાથે ન ખાવા જોઈએ. ઘી અને મધ ક્યારેય સાથે ન ખાવા જોઈએ. પાણીમાં મધ અને ઘી મિક્સ કરીને ખાવુ પણ નુકસાનકારક હોઈ શકે છે.
 
આ વસ્તુઓ પણ એક સાથે ખાતા પરેજ કરો 
 
- ઠંડા પાણી સાથે ઘી, તેલ, શક્કરટેટી, જામફળ, કાકડી, જાંબુ અને મગફળી ન ખાવા જોઈએ. 
- ખીર સાથે સત્તુ, દારૂ, ખટાશ અને અનાનસ ન ખાવુ જોઈએ 
- ચોખા સાથે સિરકા ન ખાવો જોઈએ. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર