રોજ બદામ ખાવ, કોલેસ્ટ્રોલ ઘટાડો

શનિવાર, 5 સપ્ટેમ્બર 2015 (14:44 IST)
એવુ કહેવાય છે કે રોજ જો બદામ ખાવામાં આવે તો મગજ  સારુ ચાલે છે. પણ બદામ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ કરે છે. 
બદામ વિટામિન, મિનરલ, પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોય છે. અમેરિકન ડાયેટિક એસોસિએશનની શોઘ મુજબ રોજ સાત-આઠ બદામ ખાવાથી આપણા શરીરમાં રોજ લેવામાં આવનારા પ્રોટીનની જરૂરિયાત પુરી થઈ જાય છે. 
 
વિટામીનથી ભરપૂર 
 
- બદામમાં વિટામીન ઈ ખૂબ જોવા મળે છે. આ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ છે. 
- વિટામિન ઈ શક્તિશાલી એંટીઓક્સીડેંટ છે જે કોશિકાઓને ક્ષતિગ્રસ્ત થવાથી રોકે છે. 
- વિટામિન ઈ કોલેસ્ટ્રોલને કારણે ઘમનિયોને બંધ કરનારુ ઓક્સીડેંટથી બચાવે છે. 
-બદામમાં વિટામીન ડી પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. આ હાડકાંને મજબૂત કરે છે. 
 
દિલને મજબૂત રાખે 
 
- બદામ લોહીમાં જોવા મળતા વિશેષ પ્રકારની વસા (બ્લડ લિપિડ)ના સ્તરને વધારે છે. 
- અભ્યાસ મુજબ આ વસા દિલ માટે સારુ  હોય છે. 
- આ ઉપરાંત બદામ કબજિયાત, માથાનો દુખાવો તણાવને દૂર કરવામાં પણ લાભદાયક છે. 
- બદામના તેલમાં રહેલ ખનિજ અને વિટામિન વાળ માટે ખૂબ જ ઉપયોગી છે. 
 
કેંસરથી પણ બચાવે 
 
યૂનિવર્સિટી ઓફ કેલીફોર્નિયાના ડિપાર્ટમેન્ટ ઓફ ન્યૂટ્રીશમમાં થયેલ શોધ મુજબ બદામ મોટા આંતરડાના કેંસરથી બચાવી શકે છે. 
 
શોધ મુજબ રોજ એક બદામ ખાવી પણ તેમા મદદ કરી શકે છે. આ અભ્યાસ કેંસર લેટરમાં પ્રકાશિત થયો છે. 

વેબદુનિયા પર વાંચો