રક્ત દાન કરવાથી સ્વસ્થ રહેવાય છે.

મંગળવાર, 14 જૂન 2016 (00:50 IST)
રક્ત દાન માત્ર અન્ય લોકો માટે જ નહી પણ પોતાના માટે પણ ખૂબ લાભદાયી છે.વૈજ્ઞાનીઓએ આ દાવો કર્યો છે કે બ્લડ ડોનેટ કરવાથી હૃદયરોગનો હુમલો અને કેન્સરનો જોખમ ઓછુ થઈ જાય છે. તેમના જણાવ્યા અનુસાર  એક  પિન્ટ  એટલે બિયરના એક મોટા ગ્લાસ જેટલુ રક્તદાન કરવાથી 650 કેલોરી બર્ન થાય છે. આટલુ જ નહી માણસના  રક્તનો ભાર પણ ઓછો થવાથી શરીરમાં લોહીને ઘટ્ટ કરતા આર્યનનું સ્તર ઓછુ થાય છે.જો લોહીમાં આયરનની માત્રા વધારે હોય તો  તે ધમનીઓ પર દબાણ કરે છે અને હૃદય રોગ જોખમ વધી જાય છે.
 
" જર્નલ આફ દ અમેરિકન મેડિકલ એસોસિયેશન"એ પોતાની સંશોધનમાં મળ્યું કે 43 થી 60 વર્ષના જે લોકોએ દર  દર છ મહિના સમયાંતરે રક્ત દાન કર્યું હોય તેઓને હૃદય હુમલાના જોખમ ઘટ્યા છે. દિલ્હીમાં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર ફિનલેન્ડમાં  2,682 લોકો પર કરેલા રિસર્ચમાં જાણવા મળ્યું કે ,જે નિયમિત રક્તદાન કરે છે તેમને હૃદય હુમલોનો જોખમ 80 ટકા ઘટે છે છે. રક્તદાનને કેન્સર સામે મહાન શસ્ત્ર માન્યું છે. ધ નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યુટ ના જર્નલમાં પ્રકાશિત થયેલા પેપરમાં જણાવ્યું કે શરીરમાં આયર્નનો ઊંચું-સ્તર કેંસરને જન્મ આપે છે. 
 
1200 લોકો પર કરેલ અભ્યાસથી ખબર પડે છે કે  છ મહિનાના સમયાંતરે રક્ત દાન કરતા આયરનનો લેવલ ઓછુ  થાય છે અને કેંસરનો ખતરો રહેતો નથી. રક્તદાનથી શરીરમાં જે નવી રક્ત કોશિકાઓ ઉત્પન્ન થાય છે તેના સેલ્સ વધારે સ્વસ્થ હોય છે અને નવા રક્ત ઉત્પાદનથી શરીર તંદુરસ્ત રહે છે આથી બલ્ડ ડોનેશન સાંભળી ભયભીત ન થવુ જોઈએ.  હવે તમે ચિંતામુક્ત થઈને રક્ત દાન કરી શકો છો.  
 

વેબદુનિયા પર વાંચો