૬૬ ટકા લોકોમાં હાર્ટ-અટેક નથી હોતો

શનિવાર, 10 ઑક્ટોબર 2015 (17:44 IST)
ઘણીવાર એસિડીટીની તકલીફને કારણે પણ છાતીમાં ભાર વર્તાતો હોય છે અને લોકો એને હાર્ટ-અટેક સમજીને હોસ્પિટલમાં દોડી જાય છે. ઈમર્જન્સી વોર્ડમાં અાવતા લગભગ ૬૬ ટકા લોકોમાં હાર્ટ-અટેક નથી હોતો એવું બ્રિટનના એક અભ્યાસમાં નોંધાયું છે. ટ્રોપોનિન ૧ માર્કર ટેસ્ટ પરથી હાર્ટ-અટેક છે કે નહીં એ નક્કી કરવા માટે ખૂબ સરળ ટેસ્ટ શોધાઈ છે.

ભારતની હોસ્પિટલોમાં પણ અા ટેસ્ટ છેલ્લા એક વર્ષથી અવેલેબલ છે જેનો ખર્ચ ૨૦૦થી ૫૦૦ રૂપિયા જેટલો છે. દરદી જ્યારે છાતીમાં દુખાવાની ફરિયાદ લઈને અાવે ત્યારે અા ટેસ્ટ કરવામાં અાવે છે. એનાથી ૯૯ ટકા ચોક્સાઈપૂર્વક કહી શકાય છે કે દરદીને હાર્ટ-અટેક અાવ્યો હતો કે નહીં. અત્યાર સુધી ઈમર્જન્સી ડિપાર્ટમેન્ટમાં હાર્ટ-અટેકની શક્યતાઓને તપાસવા માટેની ઝડપી પદ્ધતિઓ નહોતી

વેબદુનિયા પર વાંચો