હેલ્થ પ્લસ - યાદગીરી વધારવા માટે આટલુ જરૂર કરો

તે કોઈને માટે એનર્જી બૂસ્ટર છે તો કોઈ માટે ઉંઘ ભગાડવાની દવા. પણ હવે તેના ફાયદા આટલે જ સુધી સીમિત નથી. તાજેતરમાં જ આવેલ એક શોધનુ માનીએ તો હવે તેનુ સેવન તમારી યાદગીરી પણ વધારે છે. તમે સમજી તો ગયા જ હશો. અહી અમે વાત કરી રહ્યા છે ચા ની ગરમા ગરમ પ્યાલીની.

અમેરિકાની જૉન હોપકિંસ યૂનિવર્સિટીમાં કરવામાં આવેલ એક શોધમાં જોવા મળ્યુ છે કે કૈફીન કે કોઈપણ વ્યક્તિની યાદગીરી પર ઘણો સકારાત્મક પ્રભાવ હોય છે. આ શોધ જર્નલ નેચર ન્યૂરોસાયંસમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.

સાઈકોલોજીકલ અને બ્રેન સાઈંસેજની આસિસ્ટેંટ પ્રોફેસર મિશેલ યાસા કહે છે, 'અમે શોધ દરમિયાન જોયુ કે કોઈપણ વસ્તુને યાદ કર્યા બાદ જો કૈફીનનુ સેવન કરવામાં આવે તો તે લાંબા સમય સુધી યાદ રાખવામાં ઘણી મદદ મળે છે.

શોધકર્તાઓની માનીએ તો કૈફીનના લોંગ ટર્મ મેમોરી પર પડનારા આ પ્રકારનો પ્રભાવ આ પહેલા સામે નથી આવ્યો. હવે તેના પર વિસ્તૃત અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

વેબદુનિયા પર વાંચો