વજન વધવા સાથે તમારું પેટ પણ બહાર નીકળવા લાગે છે. મોટા પેટના કારણે તમે દરેક પ્રકારના વસ્ત્રો પહેરી નથી શકતા અને લોકો વચ્ચે પણ શરમ લાગે છે, પરંતુ હવે તમને ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અમે તમારા માટે કેટલીક ટીપ્સ લાવ્યા છે, જેને અપનાવી તમે તમારા બહાર નીકળતા પેટને નિયંત્રિત કરી શકો છો.
તમારે ખૂબ પાણી પીવું જોઈએ.આ તમારા શરીરની વધારાની ઊર્જાને ઘટાડવામાં મદદ કરશે. સાથે સાથે તમે શારીરિક રીતે સક્રિય રહેવું જોઈએ. સક્રિય રહેવાથી વધારે ઊર્જા ખર્ચ થશે અને તમારા શરીરની વધારાની ચરબી ઘટશે. સક્રિય રહેવાનો મતલબ છે કે તમે આળસ કરવાનું ટાળો. લિફ્ટને બદલે દાદરા ઉતરી ચઢીને જવાનુ શરૂ કરો. ઘરમાં નાના બાળકો હોય તો તેમની સાથે રમત રમો. ઘરમાં નાના મોટા કામ કરતા રહો.