હેલ્થ ટીપ્સ- ચોમાસાના પરફેક્ટ આહાર

સોમવાર, 22 જૂન 2015 (14:39 IST)
ચોમાસા પરફેક્ટ આહાર સૌથી મહત્વપૂર્ણ છે.કારણ કે ખાવા-પીવાની  સીધી અસર ત્વચા  પર પડે છે. મૌસમ મુજબ ખાવાની ટેવ વ્યક્તિને સ્વસ્થ રાખે છે અને ત્વચા પણ તંદુરસ્ત રહે છે. લીલા શાકભાજી અને ફાઇબરયુક્ત વસ્તુઓ શામેલ કરો .ચોમાસામાં ઝિંકયુક્ત પદાર્થો લેવા અત્યંત લાભકારક રહે છે. 
 
ચોમાસામાં શાકભાજી પ્રયોગમાં લેતા પહેલા મીઠાવાળા હુંફાળાપાણીમાં ધોઈ લો. જેથી  તેનો કોઈ ચેપ આંતરડા  સુધી ન  પહોંચે . 
 
ચોમાસાના દિવસોમાં તમારા ખોરાકમાં લસણ ,કાળા મરી અને મસાલાનો સમાવેશ કરો. આ શરીરમાં ઉપયોગી પોષણ વધારે છે સાથે શરીરને ઊર્જા આપે છે . 
 
આ સિઝનમાં શરદી થવી સામાન્ય છે. તેથી દિવસમાં એકવાર તમે કાળી ચા અને લીલી ચા નું સેવન કરો.આ  આરોગ્યના માટે  ખૂબ જ ઉપયોગી છે ..
 

વેબદુનિયા પર વાંચો