હેલ્થ ટિપ્સ-મોસંબી છે દિલ માટે સારી

મંગળવાર, 22 જુલાઈ 2014 (16:20 IST)
માનસૂનના આ મોસમમાં મોસંબીથી સારુ કોઈ ફળ નથી. એમાં વિટામિન એ , બી કામ્પ્લેકસ ,ફ્લેવોનાયડ , અમીનો એસિડ ,કેલ્શિયમ, આયોડિન ,ફાસ્ફોરસ ,સોડિયમ , મેગ્નીજ જેવા પોષક તત્વો હોય છે. એંટીઅક્સીડેંટ ગુણોના કારણે આ ચોમાસામાં ઘણો લાભ કરે છે. 
 
મોસંબીનો રસ પીવાથી લોહીમાં વધારો ,ચર્મ રોગોમાં લાભ સાથે મૂત્ર ખામી દૂર થાય છે. દિલના દર્દીઓ માટે મોસંબીનો રસ કોલેસ્ટ્રોલ ઓછુ કરે છે. 
 
જેને મૂત્ર વધારે આવે , પેટ ખરાબ હોય કે શરદી હોય તો તેમણે ઓછા પ્રમાણમાં મોસંબીનો રસ લેવો. જેને કફની સમસ્યા હોય તેણે પણ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ.  
 

વેબદુનિયા પર વાંચો