Health Care in Monsoon- ચોમાસામાં આટલી વસ્તુઓ ન ખાશો

સોમવાર, 3 જુલાઈ 2017 (10:44 IST)
ગરમી પછી વરસાદની રીમઝીમ કોણે પસંદ નથી. ચોમાસુ આવતા જ ગરમીથી રાહત મળે છે. પણ માનસૂન પોતાની સાથે અનેક બીમારીઓ પણ લઈને આવે છે. માનસૂનમાં ખાવા પ્રત્યે પુર્ણ સાવધાની રાખવી જોઈએ. આવો અમે તમને બતાવીએ છીએ કે ચોમાસુ આવતા જ કંઈ કંઈ વસ્તુઓથી દૂર રહેવુ જોઈએ. 
 
ઓઈલી ફુડ - વરસાદની ઋતુમા ચા અને પકોડા ખાવાની મજા જ કંઈ ઔર હોય છે. પણ આવી ઋતુમાં પકોડા આરોગ્યને નુકશાન પહોંચાડે છે. વરસાદમાં ભેજ વધી જાય છે જેના કારણે શરીરનુ પાચનતંત્ર નબળુ પડી જાય છે. તેથી આવી ઋતુમાં ભજીયા અને ઓઈલી ફુડ ન ખાવુ જોઈએ.  
 
ચાટ - ચાટ એક એવો સ્નેક્સ છે જેને દરેક પસંદ કરે છે. ચાટમાં અનેક પ્રકારની વસ્તુઓ મતલબ પાણી પુરી, સેવ પુરી, ભેલ પુરી, આલુ ચાટ વગેરે આવે છે. પણ વરસાદમાં આ બધી વસ્તુઓથી દૂર રહેવુ જોઈએ. કારણ કે તેનાથી ઈંફેશન ફેલાય શકે છે. આ આઈટમ્સમાં જે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે તે ખરાબ પણ હોઈ શકે છે. જેનાથી ડાયેરિયા અને કમળા જેવા રોગોની સમસ્યા ઉભી થવાનો ભય હોય છે. 
 
સી ફુડ - માનસૂનમાં સી ફુડ જેવા કે ફિશ, ક્રેબ્સ, પ્રોન્સ વગેરે ન ખાવા જોઈએ. કારણ કે આ સમય તેમના પ્રજનનકાળનો હોય છે. આવામાં તેમને ખાવાથી પેટમાં ઈંફેક્શન કે ફુડ પોઈઝનિંગ થઈ શકે છે. જો તમને ફિશ ખાવી હોય તો તાજી ખાવ.  
 
પહેલાથી કાપેલા અને ખુલ્લા ફળ - વરસાદમાં કાપેલા અને ખુલ્લા ફળ ન ખાશો. આનાથી ઈંફેશન થઈ શકે છે. આવી ઋતુમાં તમે કેળા અને પપૈયુ ખાઈ શકો છો. ફળોને ખાતા પહેલા તેને સારી રીતે ધોઈ લો.  
 
જ્યુસ - ચોમાસા દરમિયાન બહારનુ બનેલુ જ્યુસ ન પીવુ જોઈએ. બહાર મળનારુ જ્યુસ પહેલાથી જ કપાયેલા ફળોમાંથી બને છે. જેનાથી વરસાદમાં ઈંફેશન ફેલાવવાનો ભય રહે છે. જો તમને જ્યુસ પીવુ જ છે તો ઘરે બનાવો અને એ સમયે તાજુ જ પી લો.  
 

વેબદુનિયા પર વાંચો